હાલ ગુજરાતમાં LRD પરીક્ષામાં અન્યાયને લઈ એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓ દ્વારા દોઢ મહિનાથી પણ વધારે સમયથી ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. દોઢ મહિના કરતાં પણ વધારે સમય થયો હોવા છતાં મહિલાઓ આજે પણ પ્રદર્શન સ્થળે બેસી રહી છે. તેવામાં આટલો સમય થયો હોવા છતાં મહિલાઓને બહેનો માનતી આ સરકારને અનામત વર્ગની મહિલાઓ માટે કોઈ લાગણી ન હોય તેવું ફલિત થઈ રહ્યું છે. કેમ કે, દોઢેક મહિનાથી આંદોલન કરી રહેલી આ મહિલાઓને સમજાવવા સરકારનો એકપણ પ્રતિનિધિ પહોંચ્યો નથી.
ત્યાં એલઆરડી ભરતીમાં અન્યાય અને ગુજરાત સરકારનાં વિવાદિત GAD ઠરાવને લઈ મહેસાણામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. અને રસ્તા પર બેસીને મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ રેલીની મુખ્ય માગો પર નજર કરીએ તો તે નીચે પ્રમાણે છે.
મહેસાણા રેલીની મુખ્ય મુદ્દા અને માગોઃ
-1 ઓગષ્ટ 2018નો ઠરાવ રદ્દ કરવામાં આવે
-ઠરાવમાં 12 અને 13ની જોગવાઈઓ સામે મુખ્ય વિરોધ
-ઠરાવ મુજબ sc, st OBCની મહિલાઓને 27 ટકામાં જ સમાવવામાં આવે
-SC, ST, OBCની મહિલાઓને વધુ ટકા છતાં 27 ટકામાં જ સ્થાન
-પહેલાં વધુ માર્કસવાળાને જનરલમાં સ્થાન મળતું હતું
-ઠરાવ ગરીબ મહિલાઓ, દીકરીઓ માટે અન્યાયકારક હોવાનો આરોપ
– ગરીબ લોકોની દીકરીઓનાં ભવિષ્યને નુકસાન કરતો પરિપત્ર
-ગુજરાતમાં SC, ST, OBCની 54 ટકા વસ્તીને માત્ર 27 ટકા જ સમાવવામાં આવે
-બિનઅનામતની મહિલાઓને 10 ટકા અનામત
-બિનઅનામત વર્ગનાં આર્થિક પછાતને અલગથી 10% અનામત અપાઈ છે
-100 ટકામાંથી 49% અનામત વ્યવસ્થા બંધારણીય રીતે છે
-49%માં ગુજરાતની 85% (એસ.એસટી.ઓબીસી)ની વસ્તી છે
-51%માં 15% (અંદાજીત-બિનઅનામત વર્ગ)ની વસ્તી છે
-સમગ્ર ભારતમાં જુનો નિયમ ચાલે છે તો આપણા ગુજરાતમાં કેમ અલગ?
-પહેલાં એવું હતું કે પહેલી 51% સીટો જનરલની ભરવામાં આવતી હતી. જેમાં તમામ અનામતવાળા અને અનામત વગરનાં જે ટોપ માર્ક્સવાળા 51%વાળા (અનામત-બિનઅનામતવાળા) હતા એ તમામનો સમાવેશ કરવામાં આવતો હતો. અને પછી જે તે અનામત (SC/ST/OBC) મુજબ સમાવેશ થતો હતો.
-નવા નિયમો મુજબ 51%માં ફક્ત 15% બિન અનામત વર્ગનો જ સમાવેશ કરવામાં આવશે એવું સ્પષ્ટ થાય છે. અને એમાં અનામતવાળાને લાભ નહિ મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.