દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહનાં રોડ શૉમાં કેટલાક લોકોએ નારેબાજી કરી છે. અમિત શાહ રવિવારનાં દિલ્હીનાં ઘોંડા વિધાનસભામાં રોડ શૉ કરી રહ્યા હતા. આ દરમિયાન ‘દેશ કે ગદ્દારોં કો ગોલી મારો’ અને ‘હમ દેકર રહેંગે આઝાદી’ જેવા નારા લાગ્યા હતા. દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ આના પર કડક પ્રતિક્રિયા આપી છે.
મનોજ તિવારીએ કહ્યું છે કે, “બીજેપી આ પ્રકારનાં નારાઓનું સમર્થન નથી કરતી.” મનોજ તિવારીએ કહ્યું કે, “દિલ્હીમાં બીજેપી ચૂંટણી પાણી, યમુનાની સફાઈનાં મુદ્દા પર લડી રહી છે. જો કે કોઈ શાહીન બાગ બનવાનો પ્રયત્ન કરશે તો તેનો જવાબ સીએએથી આપવામાં આવશે.”
ઘોંડા વિધાનસભામાં બીજેપીએ અજય મહાવતને ટિકિટ આપી છે. અમિત શાહ અને દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી આ રોડ શૉમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ નારેબાજી કરી. રૉડ શૉમાં મનોજ તિવારીએ કહ્યું કે, “આજે આખો દેશ CAAનાં સમર્થનમાં ઉતરી આવ્યો છે.”
અમિત શાહ સાંજે 6 વાગ્યે રોહતાસ નગરમાં અને સાંજે 7 વાગ્યે બાબરપુરમાં પણ રોડ શૉ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીનાં છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અને કૉંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.