થોડા જ દિવસમાં રાજ્યમાં પેટાચુંટણીમા મતદાનના દિવસે નજીક આવી રહી છે ત્યારે આ પેટાચુંટણીને લઈ ને ભાજપ-કોગ્રેસ દ્વારા જોડતોડ ની રાજનીતી કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં પેટાચુંટણીનો દોર ચાલી રહ્યો છે. 3 નવેમ્બરનાં રોજ વિધાનસભાની કુલ 8 બેઠકોની પેટાચુંટણી યોજાવા માટે જઈ રહી છે.
પેટ ચુંટણીમાં રાજકીય પક્ષો પ્રચાર કરવામાં લાગી ગયાં છે ત્યારે અન્ય પક્ષના કાર્યકરો તથા આગેવાનોને પોતાના પક્ષમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સુરતનાં યુવાન ભાવેશ ઝાઝ્ડીયા, ધીરુ માંડવીયા, ઘનશ્યામ પટેલ, અમરશી પટેલ તથા બોટાદ જીલ્લાના પાટીદાર યુવાન દિલીપ સાબવાએ ભાજપના અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે.
આ અવસર પર ભાજપના આગેવાન ગોરધનભાઈ ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ બોટાદ જીલ્લા માં આવેલ ગઢડા તેમજ ઉમરાળાનાં પ્રવાસે ગયાં હતાં. આ દરમિયાન ગઢડામાં આવેલ પટેલ સમાજની વાડીમાં યોજવામાં આવેલ પ્રચાર સભામાં CR પાટીલની ઉપસ્તિથીમાં પાટીદાર અનામત આંદોલનની સાથે સંકળાયેલ યુવાનોએ કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયાં છે.જેના સમાચાર આ પંથકના લોકોને મળતા સોશીયલ મીડીયામાં આ PASS ના કાયઁકરો પરના ગુસ્સો લોકોએ પોતાના સોશીયલ મીડીયા માઘ્યમો દ્વારા કાઢ્યો હતો
પાસના કાયઁકરોએ પોતાના ફેસબુક પર ભાજપમાં જાડાણના ફોટાઓ પોસ્ટ કરતા લોકોએ તેમાં “કેટલા માં વેચાયા” ? “સમાજના નામે ચરી ખાનારા ને નામ મેળનવીને વેચનારા સમાજના ના થયા તો ભાજપના શું થશે ?” જુદા-જુદા લખાણો લખી આ કાયઁકરોને ક્ષોભજનક સ્થીતીમાં મુકાઇ જવુ પડે તેવાં પ્રકારની ફેસબુક પોસ્ટ અને કોમેન્ટોનો ભોગ બનવ્યુ પડ્યુ છે જે રીતે PASS ના કાયઁકરોના ભાજપમાં જોડાવાથી ગઠડા-ઉમરાળા-વલ્લભીપુરના પાટીદાર મતદારોમાં ભારે રોષે વ્યાપો છે તે પ્રમાણે તો ભાજપને હવે એક તો આ સીટ પર માડં માડં કોગ્ટરૈંયને ક્કરર આપી શકાય તેવા કંગાળ પરીસ્થીતી હતી અને તેવા માં PASS ના યુવાનોને જોડી ને ફાયદા કરતા વઘારે મોટુ નુકશાન ભોગવવુ પડશે એવી પરીસ્થીતીનુ નિમાઁણ થયુ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.