ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો થયો છે. એસ.પી. સ્વામી આચાર્ય પક્ષના છે. મળતી માહિતી પ્રમાણે એસ.પી.સ્વામી ઇનોવા કાર લઈને મંદિરેથી બોટાદ જવા માટે નીકળ્યા હતા ત્યારે હુમલો થયો હતો.
ઇનોવા કારમાં જઈ રહેલા એસ.પી. સ્વામી પર ગઢડા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે બે શખ્સોએ ગાડી પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાખોરો એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા. જે બાદમાં બંને શખ્સોએ બાઇક લઈને પણ સ્વામીની ગાડીનો પીછો કર્યો હતો.
બનાવ બાદ એસ.પી.સ્વામી સહિતના સંતો પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને માહિતી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.