અમેરિકામાં જાણીતા લોકગાયક કિતીઁદાને ગઢવીએ લોકોને કરાવ્યો જલ્સો ,થયો ડોલરોનો વરસાદ..

ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી છે. અનેક મહાન કલાકારો આ ધરતી પર પૈદા થયા છે. ત્યારે ગુજરાતનાં લોક લાડીલા અને જાણીતા કીતીઁદાનનાં ડાયરાઓમાં રુપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે.

કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કિતીઁદાન ગઢવીએ પહેલો ડાયરો કરીને ધૂમ મચાવી દીધી છે. જાણીતા લોકગાયક ગઢવીએ વિદેશની ધરતી પર રમઝટ બોલાવી હોવાની માહિતી મળી છે.અમેરિકાનાં શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાયઁક્રમમાં ગુજરાતીઓ મન મૂકીને રાસગરબા કયાઁ હતા. જેમાં કિતીઁદાનનાં ગરબાની રમઝટમાં ડોલર ઉડ્યાં હોવાની માહિતી મળી રહી છે.

હાલ સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાઈરલ થઈ છે. અત્રે નોંધનીય છે કે, કિતીઁદાનનો પહેલો શો અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ ડલ્લાસ,એટલાન્ટા, ન્યુજીસીઁ વગેરે જગ્યાએ શો યોજશે તેવું જાણવા મળી રહ્યું છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.