ગડકરીની જાહેરાતથી વાહનચાલકો રાજીના રેડ, હવે આટલા કિલોમીટર સુધી ટોલટેક્સ નહીં ચૂકવવો પડે…

Free Travel on Expressway: નોટિફિકેશન પ્રમાણે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ હેઠળ શુલ્ક સંગ્રહ અને યાત્રાના અંતરને માપવામાં આવશે. જો દિવસભરની યાત્રા 20 કિલોમીટરથી વધુ છે તો તે પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.

Toll Tax Free: ગડકરીની જાહેરાતથી વાહનચાલકો રાજીના રેડ, હવે આટલા કિલોમીટર સુધી ટોલટેક્સ નહીં ચૂકવવો પડે

Toll Tax on Highway: કેન્દ્રીય પરિવહન મંત્રાલયે નેશનલ હાઈવેના ચાર્જ અનેકલેક્શનના દરને સંશોધિત કર્યાં છે. આ સંબંધમાં સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા નિયમો હેઠળ હવે નેશનલ પરમિટવાળા વાહનો સિવાય કોઈ મિકેનિકલ વાહનનો ચાલક, માલિક કે ઈન્ચાર્જ જો રાષ્ટ્રીય રાજમાર્ગ, સ્થાયી પુલ, બાઈપાસ કે સુરંગની સમાન સેક્શનનો ઉપયોગ કરે છે તો ઝીરો યુઝર ચાર્જ લાગશે. પરંતુ આ માત્ર 20 કિલોમીટરની યાત્રા સુધી લાગૂ થશે.

નોટિફિકેશન પ્રમાણે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ હેઠળ શુલ્ક સંગ્રહ અને યાત્રાનું અંતર માપવામાં આવશે. જો તમે દિવસભરની યાત્રા 20 કિલોમીટરથી વધુ કરો છો તો પછી તે પ્રમાણે અસલી ચાર્જ લેવામાં આવશે.

મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક (દરો અને સંગ્રહણનું નિર્ધારણ) નિયમ, 2008માં સંશોધન કરવામાં આવ્યું છે. આ હેઠળ રાષ્ટ્રીય પરમિટ વાહન સિવાય કોઈ મિકેનિકલ વાહનનો ચાલક, માલિક કે પ્રભારી વ્યક્તિ રાષ્ટ્રીય રાજમાર્ગ, સ્થાયી પુલ, બાઈપાસ કે સુરંગની સમાન સેક્શનનો ઉપયોગ કરે છે તો તેના પર ઝીરો યુઝર ચાર્જ લગાવવામાં આવશે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમના આધાર પર યુઝર પાસેથી ચાર્જ લેવામાં આવશે. એક દિવસમાં 20 કિલોમીટર સુધીની યાત્રા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ જો અંતર 20 કિલોમીટરની યાત્રાથી વધુ છે તો વાસ્તવિક અંતર પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.

બે હાઇવે પર પાયલોટ પ્રોજેક્ટ 

નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પરમિટ ધરાવતા સિવાયના કોઈપણ વાહનના ડ્રાઈવર, માલિક અથવા ઈન્ચાર્જ વ્યક્તિ, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગના સમાન વિભાગ, કાયમી પુલ, બાયપાસ અથવા ટનલનો ઉપયોગ કરે છે, તેમને GNSS-આધારિત વાહન લઈ જવાની જરૂર પડશે. દરેક દિશામાં 20 કિમી સુધીની મુસાફરી માટે એક દિવસની અંદર કોઈ ટોલ લેવામાં આવશે નહીં. GNSS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ પર એક પાયલોટ પ્રોજેક્ટ કર્ણાટકમાં NH-275 ના બેંગલુરુ-મૈસુર વિભાગ અને હરિયાણામાં NH-709 ના પાણીપત-હિસાર વિભાગ પર શરૂ કરવામાં આવ્યો છે.

નવી ટેકનોલોજીનો થશે ઉપયોગ

જીએનએસએસ નામની ટેકનોલોજી દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. GNSS એ એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે, જે વાહનના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે જુલાઈમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં કેટલાક પસંદ કરેલા હાઈવે પર નવી પ્રકારની ટોલ ટેક્સ સિસ્ટમનો પ્રયાસ કરવામાં આવશે. આ ટેક્નોલોજીને GNSS નામ આપવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી ફાસ્ટેગ સાથે કામ કરશે. એટલે કે, તમારી પાસે ફાસ્ટેગ હોવા છતાં પણ તમે આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકો છો. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ એક નવી પદ્ધતિ લઈને આવ્યા છે, જેનાથી ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂરિયાત ઘટશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.