મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવા વિશે અને હાલની સ્થિતિ વિશે કેન્દ્દીય મંત્રી નિતિન ગડકરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું છે કે, ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ થઈ શકે છે. ક્યારેક એવું લાગે કે મેચ હારી ગયા પરંતુ અંતિમ પરિણામ વિરોધીઓના ઉંધા આવે છે. તેમનો ઈશારો શિવસેનાએ બીજેપી સાથે ગઠબંધન તોડ્યું તે વિશે અને સરકાર બનાવવા એનસીપી-કોંગ્રેસનો સંપ્રક કર્યો હતો તે વિશે હતો.
ભાજપ પાસે 105 સીટ હતી છતાં તેમણે સરકાર બનાવવાની ના પાડતા 56 સીટ જીતેલી શિવસેનાએ બહુમત માટે જરૂરી 145 ધારાસભ્યોનું સમર્થન મેળવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હજી સુધી તેમને સફળતા મળી નથી. ત્યારપથી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ત્રીજી મોટી પાર્ટી એનસીપી કે જેણે 54 સીટ જીતી છે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેમના નેતાઓ સાથે બેઠક કરી. આ દરમિયાન રાજ્યપાલની ભલામણથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં ગડકરીને પૂછવામાં આવ્યું કે જો મહારાષ્ટ્રમાં બિન-ભાજપની સરકાર બની તો મુંબઈ સહિત અન્ય શહેરોમાં વિકાસની યોજનાઓ પર શું અસર થશે. આ વિશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકાર બદલાશે તો પણ પ્રોજેક્ટ ચાલ્યા કરશે. તેમાં કોઈ મુશ્કેલી નહીં થાય. ભાજપ, કોંગ્રેસ કે એનસીપી કોઈની પણ સરકાર બને તે વિશે કેન્દ્ર સકારાત્મક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.