પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં, ગાદલા બનાવવાની ફેક્ટરીનો, કર્યો હતો પર્દાફાશ

પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ગાદલા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. જ્યાં કાપડ અથવા અન્ય સામગ્રીના સ્થાને વપરાયેલા માસ્કનો ઉપયોગ કરીને તૈયાર કરેલા ગાદલા મળ્યા હતા.

એડિશનલ પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવાલીએ જણાવ્યું હતું કે, જ્યારે અધિકારીઓએ એમઆઈડીસીના કુસુંબા ગામમાં ફેક્ટરીની મુલાકાત લીધી ત્યારે તેમને વપરાયેલા માસ્કથી ભરેલું એક ગાદલું મળી આવ્યું હતું.

પોલીસ હવે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોનો તપાસ કરી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બૉર્ડ (સીપીસીબી) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર 2020 સુધી કોરોના વાયરસ સંબંધિત 18,000 ટન બાયો-મેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્લોવ્સ અને ફેસ માસ્ક હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.