રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પારથયો છે. આજે વધુ ત્રણ નવા કેસો સામે આવતા કુલ સંખ્યા 102એ પહોંચી છે. આજે નોંધાયેલા નવા કેસો અમીનમાર્ગ, પ્રદ્યુમનનગર અને કેવલમ સોસાયટીના છે. રાજ્યમાં કોરોનાની માહામારી યથાવત્ છે. દરરોજ 300થી વધુ કેસો સામે આવી રહ્યા છે. જ્યારે 20થી 30 લોકો જીવ ગુમાવે છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સંખ્યા પણ વધી છે. દરરોજ 300થી 400 દર્દીઓ કોરોના સામે જીત મેળવી સાજા થઈ ઘરે પરત ફરે છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15205 થઇ છે, જેમાથી 98 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 6628 દર્દીઓની હાલત સ્થિર છે. ગઈકાલે નોંધાયેલા નવા 376 કેસમાંથી સૌથી વધુ 256 કેસ અમદાવાદના ગઈકાલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દીના મૃત્યુ થયા છે તો 410 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. બુધવારે નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 256, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છ અને અન્ય રાજ્યમાં 2-2, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. છેલ્લા 29 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.