શિવસેનાએ બુધવારના રોજ નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં વોટિંગમાં ભાગ લીધો નહોતો અને વૉકઆઉટ કરી દીધું. લોકસભામાં સેનાના સાંસદોએ બિલના સમર્થનમાં વોટ આપ્યો હતો. કોંગ્રેસ હાઇકમાન મહારાષ્ટ્રમાં પોતાની સહયોગી શિવસેનાના આ સ્ટેન્ડથી ખુશ નથી તેમ કહેવાય છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નાગરિકતા બિલ જેવા મુદ્દા પર પાર્ટીનું સ્ટેન્ડ ભવિષ્યમાં ગઠબંધનને નુકસાન પહોંચાડી શકે છે. આપને જણાવી દઇએ કે લોકસભામાં શિવસેનાના સ્ટેન્ડ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇશારા-ઇશારામાં નારાજગી વ્યકત કરી હતી.
ઠાકરેના નિવેદનથી પણ કોંગ્રેસ સંતુષ્ટ નથી
સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે સીધી રીતે બિલનું સમર્થન લોકસભામાં કરવા પર નિરાશા વ્યકત કરી હતી. કોંગ્રેસની આ પ્રતિક્રિયા બાદ જ મંગળવારના રોજ ઉદ્ધવે કહ્યું હતું કે પાર્ટીના સાંસદોએ સ્પષ્ટતા નહીં હોવાના લીધે સમર્થનમાં મત આપ્યા. ત્યારબાદ આશા વ્યકત કરાય રહી હતી કે શિવસેના પોતાના સ્ટેન્ડમાં ફેરફાર કરશે. જો કે રાજ્યસભામાંથી વોકઆઉટનો નિર્ણય પણ કોંગ્રેસની નારાજગીને ઓછી કરી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.