ગૌસેવાના ડંફાસ કરનાર રુપાણી સરકાર બધાની સામે ગૌમાંસના કાળાધંધામા ભેરવાઈ, કોંગ્રેસ આક્રમક

ગુજરાત વિધાનસભામાં ગૌમાંસના ગોરખધંધાનો મુદ્દો ચર્ચમાં આવ્યો હતો. વાતચીતો દરમિયાન ગૌમાંસ ની હેરાફેરી અંગે સવાલો કરવામાં આવ્યા હતા જેમાં રુપાણી સરકાર ભરવાઈ ગઈ હતી અને કોંગ્રેસ આ મામલે આક્રમક રહી હતી. ગુજરાત રાજ્ય સરકારે 2020ના બજેટમાં ગાય પાળનારા ખેડૂતો માટે ભલે મહિને 900 રૂપિયાની જોગવાઈ કરીને ગૌ પ્રેમ વ્યક્ત કર્યો હોય. પણ આ જ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એક લાખ 490 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયોનો ઘટના વિષે સરકારે ગૃહમાં જણાવ્યું હતું. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયુ હોય તેવા જિલ્લાઓ પર નજર કરીએ તો, આ પ્રમાણે તેની યાદી છે.

જિલ્લો બે વર્ષમાં પકડાયેલું ગૌમાંસ (કિલો)
સુરત 55162
અમદાવાદ 18345
દાહોદ 5934
રાજકોટ 2634
ભરૂચ 2166
વડોદરા 1804
જૂનાગઢ 1610
અમરેલી 1560
ગાંધીનગર 1505
ભાવનગર 1450
ખેડા 1300
ગીરસોમનાથ 1195
નવસારી

 

1082

 

ગૌમાંસના ગોરખધંધાના મામલાને લઈને બંને પક્ષો આક્રમક રહ્યા હતા. જ્યારે આ ઘટના મામલે કોંગ્રેસ વધારે આક્રમક બની તો પ્રદીપસિંહ જાડેજાએ જણાવતા કહ્યું હતું કે તમારે પહેલા એ ખુલાસો કરવો જોઈએ કે, તમે ગૌવંશની કતલ કરનારની સાથે છો કે તેની વિરુદ્ધમાં છો. ગૌવંશની કતલ અને ગૌમાંસ પકડવાના મામલે ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં આક્ષેપ કર્યા કે સરકારને ખ્યાલ જ છે કે પરપ્રાંતિય ટોળકી દ્વારા આ ચોરી કરવામાં આવે છે. ગ્યાસુદ્દીન શેખે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.