કોરોના મહામારીના સમયમાં લોકો પોતાની હેલ્થને લઈને વધારે ચિંતિત રહે છે. આ સમયે શરદી, ખાંસી અને તકલીફનો ડર રહે છે. જો કે અનેક વાર આવું સીઝનના ફેરફાર અને અન્ય કારણોના લીઘે પણ બને છે.
- ગળામાં દર્દ થવું એ એક સામાન્ય વાત છે. અનેક વાર શરદી, ફ્લૂ અને વાયરલ સંક્રમણ તેનું કારણ બને છે.
- સૂકી હવા મોઢા અને ગળાનો ભેજ શોષી લે છે. તેનાથી ગળું સૂકાય છે. તેનું કારણ શિયાળામાં ચાલતું હીટર છે. તેની હવા સૌથી શુષ્ક રહે છે.
- અનેકવાર સિગરેટ કે તમાકુનો ધુમાડો, રસાયણો અને વાયુ પ્રદૂષણ પણ ગળામાં ખરાશ અને બળતરા જન્માવે છે.
- ગળામાં ખરાશ રહે છે તો કરો આ ઘરેલૂ ઉપાયો
- એક રિપોર્ટ અનુસાર તમે ઘરે જ ગળાની ખરાશને સરળતાથી દૂર કરી શકો છો. આ માટે જરૂરી છે કે તમે તેને સંક્રમણથી લડવાનો અવસર આપવા માટે આરામ આપો.
- ગળાની ખરાશને દૂર કરવા માટે ગરમ પાણી અને તેમાં 1 ચમચી મીઠું મીક્સ કરો અને તેનાથી કોગળા કરો.
- ગરમ પીણા જેમકે ગરમ ચા, કોફી, સૂપ લીંબુ પાણી વગેરેનો ઉપયોગ કરો.
- હવામાં ભેજ કાયમ રાખવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. આનાથી હવામાં ભેજ બની રહેશે અને સાથે જ ગળાને તરત આરામ મળશે.
- જ્યારે તમારા ગળામાં ખરાશના કારણે દર્દ રહેતું હોય ત્યારે તમે વધારે બોલવાનું ટાળો. આમ કરવાથી દર્દમાં રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.