પશ્ચિમ બંગાળમાં ભાજપના એક ધારાસભ્યનો ગળેફાંસો ખાધેલી હાલતમાં ગઈકાલે મૃતદેહ જાહેરમાં મળી આવ્યા બાદ રાજકીય મોરચે ખળભળાટ છે.
ધારાસભ્યની હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે આજે ભાજપે 12 કલાક માટે પશ્ચિમ બંગાળ બંધનુ એલાન આપ્યુ છે. જેના પગલે ઠેર ઠેર ભાજપના કાર્યકરોનુ પોલીસ સાથે ઘર્ષણ અને બસો પર પથ્થમારાની ઘટનાઓ પણ બની છે.
બંધની મિશ્ર અસર જોવા મળી છે. કેટલીક જગ્યાએ દુકાનો બંધ જોવા મળી હતી અને અવર જવર પણ પાંખી રહી હતી. ઉલ્લેખનીય છે કે , ધારાસભ્ય દેવેન્દ્રનાથ રેનો મૃતદેહ ગઈકાલે તેમના ઘરની બહાર લટકતો મળ્યો હતો.
પોલીસનુ કહેવુ છે કે, રેના ગજવામાંથી એક ચિઠ્ઠી મળી છે. જેમાં તેમણે પોતાની આત્મહત્યા માટે બે લોકોને જવાબદાર ઠેરવ્યા છે. જોકે રેના પરિવારજનો અને ભાજપે દાવો કર્યો છે કે, તેમની હત્યા કરવામાં આવી છે અને સબંધમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.