લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલો સંઘર્ષ વાટા-ઘાટો દ્વારા પતે એ માટે ભારત ઉત્સુક છે. ભારત એટલે જ લશ્કરી અને ડિપ્લોમેટિક એમ વિવિધ પ્રકારની વાટા-ઘાટો કરી રહ્યું છે. પરંતુ ચીનના ઈરાદા સારા જણાતા નથી.
ગલવાન ખીણ પાસે એલએસીની પેલે પાર ચીનની લશ્કર વિવિધ પ્રકારનું બાંધકામ કરી જ રહ્યું છે. જો ગલવાન, પેંગોગ વગેરે સહિતના લદ્દાખી સરહદના મુદ્દા ચીન શાંતિથી પતાવવા માગતું હોય તો લાઈન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની પેલે લશ્કરી ગતિવિિધઓ શા માટે વધારી રહ્યું છે? લશ્કરી બંકર્સ, પોસ્ટ, રસ્તા વગેરેના બાંધકામ ઉપરાંત ચીને એલએસી પર અંદાજે દસેક હજાર સૈનિકો ખડકી દીધા છે.
એ સિૃથતિ વચ્ચે આજે ભારત અને ચીનના વિદેશ મંત્રાલયના અિધકારીઓએ ચર્ચા કરી હતી. ડિપ્લોમેટિક લેવલની આ ચર્ચા દરમિયાન બન્ને દેશો લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ પર કોઈ છેડછાડ ન કરવા સહમત થયા હતા. નવી સેટેલાઈટ તસવીરો ટ્વિટર પર રજૂ થઈ છે, તેના પર ભારતીય સૈન્ય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.
ચીન માત્ર બાંધકામ નથી કરતું, ભારતના કેટલાક વિસ્તારો પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે. કેટલાક બાંધકામો ચીને સાવ ભારતના પેટ્રોલિંગ પોઈન્ટની નજીક બનાવ્યા છે, જે સમજૂતી પ્રમાણે બનાવી ન શકાય.
લશ્કરી ભાષામાં પીપી (પેટ્રોલિંગ પોઈન્ટ)-15, પીપી-17, પીપી-17-એ સહિતના સૃથળોએ ચીને અગાઉ ચોકીઓ બનાવી હતી.ભારતે એ ઉખેડી નાખી હતી. હવે ફરીથી ચીને ત્યાં ચોકીનું બાંધકામ શરૂ કરી દીધું છે. અહીં જ્યારે ઈન્ડિયન આર્મીના જવાનો પેટ્રોલિંગ કરવા નીકળે ત્યારે ચીની સેના તેમને અટકાવવાનો અને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કરે છે.
ચીનની આ અવળચંડાઈ માત્ર કોઈ એક પોઈન્ટ પુરતી મર્યાગિત નથી. પેંગોેંગ સરોવરથી શરૂ કરીને ઉત્તરમાં છેક દૌલત બેગ ઓલ્ડી સુધી આવી કનડગત કરવામાં આવી રહી છે. અંદરના ભાગમાં આવેલા સરહદી એરબેઝ પર ચીની વાયુસેનાના ફાઈટર વિમાનો પણ તૈનાત કરી દેવાયા છે. તાજેતરમાં રિલિઝ થયેલી વિવિધ સેટેલાઈટ તસવીરોમાં ચીનની મૂવમેન્ટ સ્પષ્ટ જોવા મળી રહી છે. થોડા મહિનાઓ પહેલા જ્યાં માંડ એકાજ ચીની સૈન્યના તંબુ હતા, ત્યાં હવે પાકા બાંધકામો થઈ રહ્યાં છે.
ભારત બરાહોટી પર ધ્યાન આપે : સુબ્રમણ્યમ સ્વામી
સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને સલાહ આપી હતી કે અત્યારે ભારતે ઉત્તરાખંડની બરાહોટી સરહદે પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સ્વામીએ કહ્યું હતુ કે સંરક્ષણ મંત્રીએ વહેલી તકે ચમોલી જિલ્લાના બરાહોટી મથકની મુલાકાત લેવી જોઈએ. ઉત્તરાખંડમાં આવેલા આ વિસ્તાર પર પણ ચીન દાવો કરી રહ્યું છે. આ વિસ્તારમાં ચીન નેપાળ સાથે મળીને ગરબડ કરી રહ્યું હોવાની આશંકા સ્વામીએ વ્યક્ત કરી હતી.
ઉત્તરાખંડ સરકારની ટીકા કરતાં તેમણે કહ્યું હતુ કે સરકારને ચીન સામે સજ્જ થવાને બદલે મંદિરો જલદી ખોલી દેવામાં વધારે રસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.