ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા બંને દેશના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં સંઘર્ષ થયો હતો. આ અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. આ શહીદોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. દોલત બેગ ઓલ્ડીમાં એક મેમોરિલ બનાવવામાં આવ્યું છે, જેમાં આ શહીદ સૈનિકોના નામ લખવામાં આવ્યા છે. એ તમામ સૈનિકોના નામ લખ્યા છે જો 15 જૂનના સંઘર્ષમાં શહીદ થયા હતા. ચીની સૈનિકોએ દગાથી હૂમલો કર્યો હતો, જેમાં આપણા વીર જવાનો શહીદ થયા હતા.
ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે આ ઘર્ષણ ગલવાન ઘાટીના પૈંગોગ કિનારા આસપાસ થયું હતું. આ જે મેમોરિયલ બનાવવામાં આવ્યું છે તેમાં સ્નો લેપર્ડ ઓપરેશનનું આખું વિવરણ આપવામાં આવ્યું છે. આ ઘર્ષણમાં 16મી બિહાર રેજીમેન્ટના કમાંડિંગ ઓફિસર કર્નલ બી સંતો।ષ બાબુ સહિત 19 સૈનિકો શહીદ થયા હતા. ભારતે આ ઘર્ષણને ચીનની ચાલ ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘર્ષણ બાદ ભારત અને ચીન વચ્ચેના તણાવમાં વધારો થયો હતો. આ તણાવ હજુ પમ શરુ જ છે. અનેક વખત ભારતીય સૈનિકો અને અધિકારીઓ વચ્ચે મંત્રણા પણ થઇ પરંતુ હજુ સુધી આ વિવાદનું કોઇ નિરાકરણ આવ્યું નથી. ચીને ભારતની લદ્દાખની સીમાની અંદર ઘુસણખોરી કરી હતી, ત્યારબાદ બંને દેશ વચ્ચે તણાવ શરુ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.