લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ખાતે ચીન સાથેની હિંસક અથડામણમાં 20 જવાનોની શહીદીને લઈ દેશભરમાં આક્રોશ વ્યાપેલો છે. ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણ સામે સવાલો કર્યા છે. ઉલ્લેખનીય છેકે વડાપ્રધાને કોઈ આપણી સરહદમાં નથી ઘૂસ્યું અને આપણી કોઈ પોસ્ટ બીજાના કબજામાં નથી તે અર્થનું નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધીએ ચીની આક્રમકતા સામે વડાપ્રધાને ભારતીય ક્ષેત્ર સરેન્ડર કરી દીધા તેવો આરોપ લગાવ્યો હતો. સાથે જ જો ભારતીય જવાનો શહીદ થયા તે ચીનની જમીન હતી તો આપણા સૈનિકોને શા માટે મારવામાં આવ્યા અને ક્યાં મારવામાં આવ્યા તેવો સવાલ કર્યો હતો.
હકીકતે વડાપ્રધાને શુક્રવારે સર્વદળીય બેઠક બાદ ‘કોઈ આપણી સરહદમાં ઘૂસ્યુ નથી અને આપણી કોઈ પોસ્ટ બીજાના કબજામાં નથી. પરંતુ જેમણે ભારત માતા સામે આંખ ઉઠાવીને જોયું તેમને તે પાઠ ભણાવીને ગયા’ તેવું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાનના આ નિવેદનને લઈ સવાલ કર્યો છેકે ભારતીય જવાનો શહીદ થયા તે ચીનની જમીન હતી તો આપણા જવાનોને શા માટે અને ક્યાં મારવામાં આવ્યા?
ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વડાપ્રધાને ચીન મુદ્દે ચર્ચા કરવા સર્વદળીય બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે તમામ રાજકીય દળોને આપણી સેના સરહદનું સંરક્ષણ કરવા સંપૂર્ણપણે સક્ષમ છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.