ગમન સાંથલે લાઈવ ડાયરામાં કર્યો દાવો ગીત ગાવાથી કોમામાંથી આશિક બહાર આવ્યો જાણો વિગતો…

ગુજરાત સંતો અને વીરોની ભૂમિ રહી છે એવામાં આજે પણ લોકોએ આપણી સંસ્કૃતિને સાચવી રાખી છે અને પ્રસંગો પર અનેક જગ્યાએ ડાયરા, પ્રવચન, રામકથા જેવા આયોજનો થતાં હોય છે ત્યારે સોશ્યલ મીડિયામાં ગુજરાતી ગાયક કલાકાર ગમન સાંથલનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગમન સાંથલનાં કારણે કોમામાં ગયેલ દર્દી પણ સાજો થઈ ગયો હતો.

તરભમાં આયોજીત લોકડાયરાનો આ વીડિયોમાં જેમા મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા અને સંતોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં અનેક ગુજરાતી કલાકારો પહોંચ્યા હતા ત્યારે ગાયક ગમન સાંથલને બોલાવતા દાવો કરવામાં આવ્યો કે એક છોકરાને વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરોએ કહ્યું કે કોમામાં જવાની તૈયારી છે અને એવામાં ગમન સાંથલની રિંગ મોબાઈલ વાગતા દર્દીનાં ધબકારા વધી જતાં ડોક્ટરે કહ્યું કે આ કલાકાર આવે તો સ્વાસ્થ્ય લાભ થશે. અને વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગમન સાંથલે હોસ્પિટલમાં પહોંચીને દીકરાને બચાવવા માટે પ્રાર્થના કરી અને આશીર્વાદ આપ્યા અને તે બાદ તે છોકરો સાજો થઈ ગયો હતો.

ગમન સાંથલે કહ્યું હતું કે મારે કહેવું નહોતું પણ હવે કહું છું કે ચાર પાંચ દિવસ પહેલા જ છોકરો મારો આશિક છે અને મારા ઘરે આવેલો પણ છે. મને વાતની જાણ થઈ ત્યારે ડરતો ડરતો હોસ્પિટલ ગયો હતો અને ગમને કહ્યું કે છોકરાનું હૃદય બંધ થઈ ગયું હતું અને ફોનની એક રિંગ વાગવાથી ધબકારા ચાલુ થઈ ગયા. ડોક્ટરે કહ્યું હતું કે કલાકારને લઈ આવો તો જ આ કોમામાંથી બહાર આવશે. હું રાત્રે 2 વાગે ગાડી લઈને હોસ્પિટલ ગયો અને કાનમાં ખાલી બે જ ગીત ગયા અને સવારે છ વાગે તો ચાદર જાતે ઓઢી અને કોમામાંથી બહાર આવ્યો. ગમને કહ્યું કે મારાથી થયું એવું નથી કહેતો, આ ધજાવાળાની દયાથી બધુ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.