એક મહિનામાં કોરોના કેસમાં 500%નો વધારો,ગંભીર દર્દીઓ અને મૃત્યુઆંક પણ વધ્યો

ગુજરાતમાં માર્ચ મહિનાથી કોરોના વાયરસના કેસમાં સતત  વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એપ્રિલનો મહિનો ગુજરાતના માથે અતિઘાતક સાબિત થયો છે.

પહેલા ગુજરાતનો કોરોના સામે રિકવરી રેટ 94.43% હતો તે ઘટીને હવે 73.72% રહી ગયો છે, આમ રાજ્યમાં રિકવરી રેટમાં 20.71 ટકાનો ઘટાડો સામે આવ્યો છે. આટલું જ નહીં એક્ટિવ કેસની સંખ્યા તો દસ ગણાથી પણ વધારે વધી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટીને જે 12610 રહી ગયા હતા તે વધીને 1 લાખ 42 હજાર 046ને પાર થઈ ગયા છે.

રાજ્યમાં માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલમાં વધારે દર્દીઓએ આ ઘાતક વાયરસ સામે પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યાં ગુજરાતમાં માર્ચ મહિનામાં દૈનિક મૃત્યુઆંક 9 હતો ત્યાં તે વધીને 173 થઈ ગયો છે. જ્યારે એક મહિનામાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ 152થી વધીને 613 થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 173 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7183 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.