રાજ્યમાં કોરોના વાયરસના કડક પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે અને નવા કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. રાજ્યમાં મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે એક્ટિવ કેસ તથા ગંભીર દર્દીઓ પણ ઓછા થઈ રહ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે તેમાં સૌથી વધારે રાહત સુરત શહેરમાં મળતી દેખાઈ રહી છે. શહેરમાં કોરોના વાયરસ પર આંશિક કાબૂ મેળવી લેવાયો હોય તેવી સ્થિતિ હાલમાં દેખાઈ રહી છે. સુરતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને સાજા થઈને ઘરે પરત ફરનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે
અત્યારે સુરત શહેરમાં 6734 બેડ ખાલી છે. તમામ વિસ્તારોમાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે તથા 4531 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8394 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.