ગામડાં સુધી આ સંકટ પહોંચે નહી તે મોટો પડકાર છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ મહામારી વિરુદ્ધ લડત મુદ્દે આજે ફરી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યાં છે. બપોરે ત્રણ વાગ્યે શરૂ થયેલી આ મેરેથોન બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓના મત લેવામાં આવી રહ્યાં છે. બેઠક શરૂ થયાની સાથે જ સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે સંબોધિત કર્યાં.

સુત્રોએ જણાવ્યું કે, મીટિંગમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજ્ય મળીને કામ કરી રહ્યાં છે. કેબિનેટ સચિવ, રાજ્યના સચિવ સતત સંપર્કમાં છે. વધારે ફોકસ રાખો અને સક્રિયતા વધારો સંતુલિત રણનીતિથી આગળ વધો, પડકાર શું છે, માર્ગ શું થશે, તેના પર કામ કરો.

વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે, તમારા દરેક સુચનોથી દિશા-નિર્દેશ નિર્ધારિત થશે. ભારત આ સંકટથી પોતાને બચાવવામાં ઘણાં અંશે સફળ થયો છે. રાજ્યોએ પોતાની જવાબદારી નિભાવી, બે ગજના અંતરમાં ઢીસ થઈ તો સંકટ વધશે. અમે લોકડાઉન કેવી રીતે લાગૂ કરી રહ્યાં છીએ. તે મોટો વિષય રહ્યો, આપણાં સૌની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.

વડાપ્રધાને કહ્યું કે, અમારા પ્રયાસ રહ્યાં કે જે જ્યાં છે ત્યાં રહે પરંતુ મનુષ્યનું મન છે અને અમારે કેટલાંક નિર્ણય બદલવા પડ્યા. ગામડા સુધી આ સંકટ પહોંચે નહી તે પડકાર છે. તમે બધા આર્થિક વિષયો પર પોતાના સુચનો આપો.

બે સેશનમાં બેઠક

હાલ મુખ્યમંત્રીઓ સાથેની વડાપ્રધાનની બેઠક બે સેશનમાં થશે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે વાત કરશે. તે બાદ કોરોના અને લોકડાઉન મુદ્દે તેઓ અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડૂ, છત્તીસગઢ, ગુજરાત, તેલંગણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, ત્રિપૂરા, ઓડિશા, કેરળ, અસમ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, ગોવા, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પોંડુચેરી, સિક્કિમ, બિહાર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક થશે. છેલ્લા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાન સાથે વાત કરશે. જ્યારે 6 કેન્દ્રી શાસિત પ્રદેશો પોતાના વિચારો લેખિતમાં મોકલી શકે છે.

આ મુદ્દે વાતચીત થઈ શકે છે

દેશમાં કોરોનાની સ્પીડ વધી રહી છે. લોકડાઉન લોકોની પરેશાની વધારી રહ્યું છે. અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. એવામાં આ બેઠકમાં આ ચાર મુદ્દે વાત થઈ શકે છે કે, કોરોનાને કાબૂમાં કેવી રીતે કરવામાં આવે. બીજું લોકડાઉન વધારવા કે હટાવવવા મુદ્દે, ત્રીજું જનજીવન મુળ પ્રવાહમાં કેવી રીતે પરત આવે અને ચોથું અર્થવ્યવસ્થાને વેગ કેવી રીતે આપવો

ભારતમાં કોવિડ-19ની સ્થિતિ

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 67 હજારને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કંન્ફર્મ કેસ 67,152 છે જેમાંથી 2206 લોકોના મોત થયાં છે, જ્યારે 20,917 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ગત 24 કલાકમાં 4200થી વધારે કેસ સામે આવ્યા છે અને 100 જેટલા લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.