આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર મળ્યું છે ત્યારે ખુદ સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દારૂનો અધધ 252 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હોવાનું કબૂલ કર્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સમયાંતરે રાજ્યમાં વિવિધ જગ્યાએથી દારૂનો જથ્થો પકડાવાના જે આંકડા સામે આવતા રહે છે તેના પરથી રાજ્યમાં કહેવાતી દારૂબંધી હોય તેવું દ્રશ્ય ઉભું થાય છે. બીજી તરફ બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 11,831કિલોગ્રામ ગાંજો પકડાયાનું પણ સરકારે કબૂલ કર્યું છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ફરી એક વાર લીરેલીરા ઉડ્યા છે, આજે સરકારે છેલ્લા 2 વર્ષના આંકડા જાહેર કર્યા છે. સરકારે કબલ્યું છે કે, રાજ્યમાં 252 કરોડ 32લાખ 52 હજાર 714 રૂપિયાનો દારૂ ઝડપાયો છે. રાજકોટથી સૌથી વધુ દેશી દારૂનો રૂ.1.52 લાખનો જથ્થો ઝડપાયો છે. સુરતથી સૌથી વધુ રૂપિયા 22.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની કબૂલાત કરી છે.
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 11,831 કિલો ગાંજો પકડાયો છે. જેમાં સૌથી વધારે ગાંજો સુરત શહેરમાં 3534 કિલો કબજે કરાયો છે. પાટણથી 2462 કિલો તો આણંદથી 2225 કિલો ગાંજો પોલીસે કબજે કર્યો છે. બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 69.60 કિલોગ્રામ ચરસ તેમજ 3236 કિલોગ્રામ અફીણ પણ પકડાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.