ગાંધી પરિવાર રાજ છુપાવતો હોવાનું કહી અમિત શાહે રાહુલ ગાંધીને લઈ કર્યો ધડાકો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એસપીએજી અધિનિયમ સંસોધન વિધેયક પર જવાબ આપતા કહ્યું હતું કે, હું આ સદનમાં બિલ લઈને આવ્યો હતો પણ વિરોધ પક્ષોએ સદનમાં તેને બદલાનું રાજકારણ કહીને સદનની કાર્યવાહી જ અટકાવી દીધી. સાથે જ અમિત શાહે રાહુલ ગાંધીએ સુરક્ષાના તોડેલા નિયમો પણ ગણાવ્યા હતા.

બિલની ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. બદલાની ભાવનાથી કરવામાં આવતી રાજનીતિનના આરોપનો જવાબ આપતા ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે, આ ભાજપના સંસ્કારોમાં નથી પણ કોંગ્રેસનીએ ઓળખ છે. ગાંધી પરિવારનું નામ લીધા વગર જ અમિત શાહે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં એસપીજી સુરક્ષા નિયમોમાં જે ફેરફારો થયા હતાં તે માત્ર એક જ પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે પહેલીવાર પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, એસપીજી વડાપ્રધાનની સુરક્ષા માટે છે, તેનો સ્ટેટર સિંબોલ તરીકે ઉપયોગ નહીં થાય.

ગાંધી પરિવારની સુરક્ષા સાથે સમજુતિના કોંગ્રેસના આરોપો પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અગાઉ તેમની સુરક્ષામાં જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવતા હતાં તેટલા જ કે તેથી વધારે હવે હશે. અમિત શાહે કહ્યું હતું કે, લોકો સામે એવો સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, એસપીજી એક્ટને ગાંધી પરિવારની સુરક્ષા હટાવવા માટે બદલવામાં આવી રહ્યો છે. એવી પણ વાત કરવામાં આવી રહી છે કે, ગાંધી પરિવારની સરકાર ચિંતા નથી કરી રહી. પણ હકીકત કંઈક જુદી જ છે. હું કહેવા માંગુ છું કે, સુરક્ષા હટાવવામાં નથી આવી પણ બદલવામાં આવી છે. તેમણે ઝેડ પ્લસ સીઆરપીએફ કવર, એએસએલ અને એમ્બુલન્સ સાથે સુરક્ષા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.