ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવાઇ, સોનિયા ગાંધીને મળી 10 વર્ષ જૂની…

સરકાર દ્વારા ગાંધી પરિવારને આપવામાં આવેલા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની સુરક્ષા આ મહિને પાછી લઇ લેવામાં આવી હતી અને તેમણે CRPFની ઝેડ પ્લેસ સુરક્ષા આપવામાં આવી હતી. હવે ગાંધી પરિવારને દસ વર્ષ જૂની ટાટા સફારી અને ઘરમાં પોલીસ સુરક્ષા આપવામાં આવી છે તેમ મીડિયા રિપોર્ટસમાં જણાવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના સભ્યોએ એસપીજી સુરક્ષા પાછા લેવાના મુદ્દા પર પ્રદર્શન પણ કર્યું. તેને લઇ વિપક્ષી દળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ જવાબ માંગ્યો.

ઝેડ-પલસ સિક્યોરિટીમાં દિલ્હી પોલીસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરોનું નિયંત્રણ સોંપવામાં આવ્યું છે. સાથો સાથ હવે ગાંધી પરિવારને સ્પેશ્યલ બુલેટ પ્રૂફ ગાડીઓની જગ્યાએ 10 વર્ષ જૂની એટલે કે 2010ની ટાટા સફારી આપી છે. ઝેડ-પ્લસ સિક્યોરિટીની અંતર્ગત 100 સુરક્ષાકર્મી સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

સરકારના સૂત્રોએ સંશોધન માટે પરિવારને ઓછા ખતરાની ધારાણાને જવાબદાર ગણાવ્યા હતા. સરકારી સૂત્રોના મતે ગાંધી પરિવારને હવે ઓછો ખતરો છે અને તેના લીધે તેમની સુરક્ષા પહેલાં કરતાં ઓછી કરી દેવાઇ છે. એસપીજીમાં કુલ 3000 જવાન છે. તેઓ માત્ર કમાન્ડો સુરક્ષા જ આપતા નથી પરંતુ તેમાં વર્દીવાળા એજન્ટ પણ હોય છે તેઓ એ જગ્યાની રેકી કરે છે જ્યાં તેમની સુરક્ષામાં રહેનાર હસતીને જવાનું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.