એક તરફ જ્યારે અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમનો વિકાસ કરવાની વાતે વેગ પકડ્યો છે, ત્યાં બીજી બાજુ ઘણા ગાંધીવાદીઓ માને છે કે આ વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગીને ખતમ ન કરી દે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી.
તાજેતરમાં જ ગાંધીઆશ્રમની જમીન પર ચાલતી વિવિધ સંસ્થાઓને ‘વિકાસના કામ અર્થે’ સહયોગ કરવાની વિનંતી સાથે કેન્દ્ર સરકાર તરફથી નોટિસ આપવામાં આવી છે.
નોટિસ મળ્યાની વાતને સમર્થન આપતા ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિના મૅનેજિંગ ટ્રસ્ટી વિજય બહાદુર સિંગે કહ્યું, “નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટ ગાંધીઆશ્રમના વિકાસના કામમાં સરકારને સહકાર આપશે, તેવી અપેક્ષાઓ રાખી છે.”
સિંગે વધુમાં કહ્યું, “આ નોટિસમાં બીજી કોઈ વિગત નથી. કેવા પ્રકારનો વિકાસ છે, શું કરવા માગે છે, શું પ્લાન છે, અમારાથી શું અપેક્ષાઓ છે, તેવી કોઈ સ્પષ્ટતા નોટિસમાં કરવામાં આવી નથી.
કસ્તુરબા ગાંધીના ઘરે કોઈ કેમ જતું નથી?
જોકે, સિંગે એ પણ કહ્યું કે તેમની સંસ્થા ગાંધીવિચાર અને ગાંધીના કામને આગળ લઈ જઈ રહી છે.
તેઓ ઉમેરે છે કે જો તેમના જેવી સંસ્થાઓ અને લોકોને સાથે રાખીને આ પરિસરનો વિકાસ કરવામાં આવશે તેઓ તેમાં સહભાગી થશે.
આ સંસ્થા ચરખો બનાવવાનું તેમજ ખાદી બનાવવાનું કામ કરે છે.
આ ટ્રસ્ટ પાસે આશરે 40,000 સ્ક્વેર મિટર જમીન છે.
જેમાં સંસ્થાનો સ્ટાફ રહે છે, તેમજ લૅબોરેટરી, ચરખા મ્યુઝિયમ, અને ચરખાના પાર્ટ્સનું ડેવલપમૅન્ટનું કામ થાય છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દર ત્રણ વર્ષે બદલાતા રહે છે.
સિંગે કહ્યું કે તેમને નોટિસ ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આપવામાં આવી છે.
જ્યારે બીબીસી ગુજરાતીએ આ કમિશનના ડિરેક્ટર સંજય હીડ્ડોનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે તેમને આ વિશે કંઈ ખબર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.