ગાંધીનગર: ઘ-5 ચોપાડી બજાર વિસ્તારમાં કેબલની ચોરી કરતા પકડાયેલા 4 કિશોર પૈકી 3 ફરાર થયા!

આથી કૌશલબેને તેમના બે દીકરા સહિત ત્રણ કિશોર ગુમ થયાની સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

News Detail

ગાંધીનગરના સેક્ટર-21માં 3 બાળકોના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે બે સગા ભાઈ સહિત કુલ ત્રણ કિશોરના અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં જે તે વિસ્તારમાં 4 કિશોર કેબલની ચોરી કરતા પકડાયા હોવાનું અને તેમાંથી આ ત્રણ ડરના માર્યા ભાગ્યા હોવાની જાણ થઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાળકો રમતા-રમતા ચાલ્યા ગયા

માહિતી મુજબ, ગાંધીનગર સેક્ટર-16 ખાણીપીણી બજાર પાસે છાપરાંમાં રહેતા કૌશલબેન બાવરી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ચાર સંતાન છે, જેમાંથી 13 અને 11 વર્ષના દીકરા 19 ફેબ્રુઆરીના રોજ પાડોશમાં રહેતા રૂપાબેન બાવરીના દસ વર્ષના દીકરા સાથે રમતા રમતા ક્યાંક ચાલ્યા ગયા હતા. જોકે રોજની જેમ ઘ-5 ચોપાટી બજારમાં ખાવાનું માંગીને પરત આવી જશે એવું માની કૌશલબેને બહુ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ ઘણો સમય વીતી ગયો હોવો છતાં ત્રણેય બાળકો પરત ન આવતા કૌશલબેને શોધખોળ આદરી હતી. તેમ છતાં ત્રણેય કિશોર મળ્યા નહોતા.

ડરના માર્યા ભાગ્યાની આશંકા

આથી કૌશલબેને તેમના બે દીકરા સહિત ત્રણ કિશોર ગુમ થયાની સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ ચાર કિશોર અત્રેના વિસ્તારમાં કેબલની ચોરી કરતાં જીપીસીબીના કર્મચારીએ પકડયા હતા. જે પૈકીના ત્રણ કિશોર ડરના માર્યા ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ મામલે હવે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.