હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને હવામાનની અસર પ્રભાવિત કરી શકે છે.
હિંમતનગરમાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદી છાંટાનો નગરજનોએ અનુભવ કર્યો હતો. અહીં પવન સાથે સામાન્ય વરસાદી છાંટા પડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ગઈકાલે વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો છવાયા હતા
અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરાઈ છે. મોરબી, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડવાની શક્યતા પણ હવામાન વિભાગે કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.