દિલ્હીથી પંજાબ લઇ જવામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પોલીસ પૂછપરછમાં એ વાત પર અડગ રહ્યો કે, સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો તેણે પોતાના સાથીઓને આદેશ આપ્યો નહોતો, પરંતુ તેણે કહ્યું કે મોહાલીમાં વિક્કી મિદ્દુખેડાની હત્યા બાદ સિદ્ધુ મૂસેવાલા તેના ગ્રુપના નિશાના પર હતો. લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, સિદ્ધુ મૂસેવાલાએ વિક્કી મિદ્દુખેડાની હત્યાની રેકી કરનાર મેનેજર શગનપ્રીતને પૈસા આપીને વિદેશ ભગાવ્યો હતો અને જેના કારણે તેનું ગ્રુપ સિદ્ધુ મૂસેવાલા વિરુદ્ધ હતું.
લોરેન્સ બિશ્નોઇએ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાથે સંબંધ હોવાની ના પડી દીધી છે. તેણે જણાવ્યું કે, અત્યાર સુધી પકડાયેલા ગગનદીપ, ગુરપ્રીત, કેકડા, મહાકાલ અને કેશવને ન ક્યારેય તે મળ્યો છે અને ન તો ક્યારેય ફોન પર વાત થઈ. દેશમાં લોરેન્સનું કેટલા લોકોનું નેટવર્ક છે તેની બાબતે પોલીસે પૂછપરછ કરી હતી, પરંતુ અત્યાર સુધી આ બાબતે તેણે કોઈ ખુલાસો કર્યો નથી. બીજી તરફ ગોલ્ડી બરારના બનેવી ગુરિન્દર ગોરાને બિશ્નોઇ દ્વારા નામ લીધા બાદ AGTF પ્રોડક્શન વોરંટ પર હોશિયારપુરથી ખરડ લઈ ગઈ છે અને જ્યાં બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી. પોલીસે દાવો કર્યો છે કે આ દરમિયાન તેમને હત્યાકાંડમાં મોટી લીડ મળી છે.
રિપોર્ટ મુજબ, એન્ટિ ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF), CIA અને સીનિયર ઑફિસરોએ લોરેન્સ બિશ્નોઇને 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. કેનેડામાં બેઠા ગેંગસ્ટર ગોલ્ડી બરાર સાથે સંબંધ હોવાની વાત પણ લોરેન્સ બિશ્નોઇએ સ્વીકારી છે, તેણે સ્વીકાર્યું કે ગોલ્ડી બરાર સાથે તેની ફોન પર વાત થતી રહેતી હતી અને આ દરમિયાન ધરપકડ થયેલા ગગનદીપ અને ગુરપ્રીતને પૂછપરછ બાદ પોલીસને બોર્ડર એરિયામાં હથિયારોનો મોટો પુરવઠો હોવાની આશા છે. પૂછપરછમાં ખુલાસો થયો કે ગગનદીપ અને ગુરપ્રીત, લોરેન્સ ગેંગને 18-19 વખત અત્યાધુનિક હથિયારોની સપ્લાઈ કરી ચૂક્યા છે. ત્યારબાદ પોલીસ ટીમોને હરિયાણા અને રાજસ્થાન જવા રવાના કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.