BCCIએ તેની આગામી AGMમાં પદાધિકારીઓની ઉંમરને લઈને નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત પદાધિકારીઓની ઉંમરની સીમા બદલવા અંગે એટલેકે જુના નિર્ણય પ્રમાણે જ 70 વર્ષની ઉંમર સુધી કોઈ નિર્ણય બદલ્યો નથી. જો કે કાર્યકાળ પછીના વિશ્રામના સમયના નિયમને બદલવા અંગે વિચાર કરવામાં આવશે, કેમકે આનાથી અધિકારીઓના અનુભવોનો ખરા અર્થમાં ફાયદો ઉઠાવી શકશે. બોર્ડની બેઠક રવિવારે યોજાશે આ અંગે માહિતી કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે આપી છે.
સૌરવ ગાંગુલીના અધ્યક્ષ બન્યા પછી પહેલી વખત AGMમાં બોર્ડ તરફથી હાલના સંવિધાનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેનાથી સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત લોઢા સમિતિની ભલામણો પર આધારિત સુધારાઓ પર સીધી અસર થશે. સુપ્રીમકોર્ટ દ્વારા નવા કાયદા અનુસાર BCCIના રાજ્ય સંઘોમાં ત્રણ વર્ષનો કાર્યકાળને બે વખત પૂરા કરનાર પદાધિકારીઓ ત્રણ વર્ષ સુધી કૂલિંગ ઓફ પીરિયડમાં રહેવાનું રહેશે.
BCCIના નવા પદાધિકારી ઇચ્છે છે કે કૂલિંગ ઓફના નવા નિયમો તેમના પર લાગૂ થાય જેઓ બોર્ડ કે રાજ્ય સંઘમાં ત્રણ-ત્રણ વર્ષના બે કાર્યકાળ પુરો કરી દીધો છે. એટલેકે બોર્ડ અને રાજ્ય સંઘના કાર્યકાળને એક સાથે જોડવો જોઈએ નહી. ધૂમલે આગળ જણાવ્યુ કે અમે ઉમરની સીમામાં કોઈ ફેરફાર કરેલ નથી. તેને પહેલાની જેમજ રાખવામાં આવેલ છે. BCCIના હિતમાં કોઈ યોગદાન આપે તો શા માટે તેમની સેવાઓ ન લેવી?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.