કોંગ્રેસ પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ઝારખંડમા ચૂંટણી માટે પ્રચાર કરવાના સિલસિલામાં એક ભાષણ આપી રહ્યા હતા. પરંતુ એના ભાષણમાં કંઈક એવું બોલી ગયા સોશિયલ મીડિયા પર લોકોએ ભારે ઠેકડી ઉડાવી. રાહુલ ગાંધી બોલતા બોલતા ગણિતનું નવું જ્ઞાન આપતા ગયા. હાલમાં તેના ભાષણનો 11 સેકન્ડનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધી તેમના ભાષણમાં ખેડૂતો, તેની આવક અને ખેતીની હાલત પર ચર્ચા કરતા હતાં. તે દરમિયાન જ એણે કહ્યું કે, સરકાર અઢી હજાર પાંચસો રૂપિયામાં ક્વિંટલ ખરીદે છે…અ….ધાન..ખરીદે છે. હવે આ સાંભળીને જનતા રાહુલ ગાંધીના ગણિત પર કન્યૂઝ થઈ ગઈ છે. લોકો કહી રહ્યા છે કે સીધું 3000 બોલવું જોઈએ ને. વીડિયો જોઈને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે અને રાહુલ ગાંધીની મજાક કરી રહ્યા છે.
હવે વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર અને સોશિયલ મીડિયાનાં બાકીના પ્લેટફોર્મ પર વીડિયો ધડાધડ વાયરલ થઈ રહ્યો છે. કલાકોમાં તો લાખો લોકો સુધી આ વીડિયો પહોંચી ગયો. લોકો હંસી રહ્યા છે. તો જુઓ રાહુલ ગાંધીનો આ મજેદાર વીડિયો…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.