ગણેશ ઉત્સવની શરુઆતની સાથે ગણેશ ભક્તિમાં ભક્તો લીન બન્યા છે…તેવામાં ભક્તિ સંદેશના માધ્યમથી અમે આપને ઘરે બેઠા જ ગણેશજીના પ્રખ્યાત મંદિરોના કરાવવાના છીએ દર્શન.અને શ્રી ગણેશની આરાધનાથી અલગ અલગ ફળોની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય તેની મેળવીશું જાણકારી ત્યારે ગણેશ ઉત્સવના બીજા દિવસે આવો મહેમદાવાદમાં સ્થિત શ્રી સિદ્ધિ વિનાયકના દર્શન કરીએ.
આસુરી તત્વોનો નાશ કરતા ગણપતિ ગજાનનનું સ્વરુપ તમામ દેવોમાં અનન્ય છે. દુંદાળા દેવના આવા જ પવિત્ર સ્થાનકના આપને દર્શન કરાવીશુ જે મહેમદાવાદ ખાતે આવેલુ છે.
આ મંદિરની ખાસીયત છે કે સમગ્ર મંદિરની રચના ગજાનનની મુખાકૃતિ જેવી બનાવાઈ છે. ગણેશોત્સવ દરમિયાન તો અહિં પ્રભુના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. તો આવો મહેમદાવાદના ગણેશ મંદિરનો મહિમા આપણે પણ જાણીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.