26 જાન્યુઆરીનાં જમ્મુ-કાશ્મીરમાં એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ-એ-મોહમ્મદનાં 5 આતંકવાદીઓની ગુરૂવારની સાંજે ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરની મોટી કાર્યવાહીમાં આ આતંકવાદી શ્રીનગરનાં હજરતબલ વિસ્તારમાંથી અરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન પણ મળી આવ્યો છે.
મળતી જાણકારી પ્રમાણે, આતંકવાદીઓનાં એક મોટા મોડ્યૂલનો ભાંડો ફોડતા પોલીસે ગુરૂવારની સાંજે હજરતબલની પાસે આ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા આતંકવાદીઓ શ્રીનગરમાં 26 જાન્યુઆરીની આસપાસ ફિદાયીન અથવા આઈઈડી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ આતંકવાદીઓ પાસેથી પોલીસે ભારે પ્રમાણમાં વિસ્ફોટકો અન્ય સામાન્ય જબ્ત કર્યો છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ તમામ લોકો ખીણમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરી રહ્યા હતા. પકડાયેલા આતંકવાદીઓ ખીણમાં થયેલા 2 ગ્રેનેડ અટેકમાં પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે. એજન્સીઓનાં અધિકારીએ આ તમામ સાથે સખ્ત પુછપરછ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ પાસે ખીણમાં થઈ રહેલી આતંકવાદી પ્રવૃતિઓ અને ષડયંત્રો વિશે કેટલીક મહત્વની જાણકારીઓ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.