વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગણતંત્ર દિવસે 48 વર્ષ જૂની પરંપરા તોડતા નવી પરંપરાની શરૂઆત કરી છે. તેમણે યુદ્ધવીરોની શહાદતને સલામ કરતા ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ ગયા નહી પરંતુ બગલમાં જ નવનિર્મિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચી શહિદોને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે દેશના પ્રથમ સીડીએસ સિવાય ત્રણે સેનાનાં પ્રમુખોએ તેમની આગેવાની કરી.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના શહિદોની યાદમાં અમર જવાન જ્યોતિને ઇન્ડિયા ગેટ પર 1972માં તૈયાર કરવામાં આવ્યુ હતું. ત્રણે સેનાઓના પ્રમુખ રાષ્ટ્રીય મહત્વને પ્રમુખ અવસરો- સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ પર અમર જ્યોતિ પર શ્રદ્ધાંજલિ આપતા હતા. આ વખતે પ્રથણવાર બારસીડીએસ પણ ગણતંત્રી દિવસ સમારોહાં ભાગ લઇ રહ્યા છે.
પૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરીએ સીડીએસનું પદભાર ગ્રહણ કર્યું છે. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, વાયુસેના પ્રમુખ આર.કે. સે ભદોરિયા અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે ગત વર્ષે જ સેનાના ઉચ્ચ પદોની જવાબદારી સંભાળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.