ગરીબને મહિને 7500 આપો નહીં તો આર્થિક વિનાશ આવશે : વિપક્ષ

 સોનિયાની આગેવાનીમાં 22 પક્ષોની બેઠકમાં સરકા૦ મહિના સુધી સરકાર પૈસા જમા કરે, મહિને ૧૦ કિલો રાશન આપો, મનરેગામાં ૨૦૦ દિવસ કરો તેવી માગ

– સોનિયાએ સરકારના પેકેજને ગરીબો સાથે મજાક ગણાવી તો ભાજપનો ક્લીનિકલ પોલિટિક્સનો કોંગ્રેસ પર આરોપ 

દેશમાં કોરોના વાઇરસ તેમજ અન્ય સંકટોને ધ્યાનમાં રાખીને શુક્રવારે વિપક્ષની બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સથી આ બેઠક યોજાઇ હતી જેમાં ૨૦થી વધુ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો અને ઓનલાઇન જ સમગ્ર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં કેન્દ્રની મોદી સરકાર પર પણ આરોપો લગાવ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આર્થિક સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તે ગરીબો સાથેની એક મજાક છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સરકારે દાવો કર્યો હતો કે ૨૧ દિવસમાં કોરોનાને ખતમ કરીને રહીશું, વડા પ્રધાન મોદીના આ વચનો ધરાશાયી થઇ ગયા છે. સરકાર પાસે લોકડાઉનને લઇને કોઇ જ પ્લાન નથી. સરકાર પાસે કોરોનાથી બહાર નિકળવા માટે પણ કોઇ જ નીતિ નથી. લોકડાઉનના નામે લોકોની સાથે મજાક કરી છે. આ દરમિયાન વિપક્ષોની બેઠકમાં સરકાર સમક્ષ કેટલીક માગો પણ મુકવામાં આવી હતી જેમાં સૌથી મહત્વપૂર્ણ માગ ગરીબોને લોકડાઉનના સંકટમાં રોકડા પૈસા આપવાની પણ રહી છે.

વિપક્ષે સરકાર સમક્ષ માગણી કરી છે કે દરેક ગરીબને દર મહિને ૭,૫૦૦ રૂપિયા આપવામાં આવે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકડાઉનથી ગરીબોને માઠી અસર પહોંચી છે. જો આજે તેમની મદદ ન કરી, ગરીબોના ખાતામાં ૭૫૦૦ ન નાખ્યા, રાશનની વ્યવસ્થા ન કરવામાં આવી, પ્રવાસી મજૂરો ખેડૂતો અને નાના ઉધ્યોગપતિઓને મદદ ન કરી તો આર્થિક વિનાશ આવશે. બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ ૧૧ માગો મુકી હતી જેમાં ગરીબોના ખાતામાં ૧૦ મહિના સુધી ૭૫૦૦ જમા કરવા, જેમાં તાત્કાલીક હાલમાં જ ૧૦ હજાર જમા કરાવવામા આવે, છ મહિના માટે જરુરિયાતમંદ લોકો માટે ૧૦ કિલો અન્ન સહિતનું રાશન, મનરેગા અંતર્ગત ૨૦૦ દિવસનું કામ નિશ્ચિત કરવામાં આવે.

સોનિયા ગાંધીની આગેવાનીમાં આ બેઠકમાં ૨૨ પક્ષો સામેલ થયા જેમાં શરદ યાદવ, તેજસ્વી યાદવ, ઉમર અબ્દુલ્લા, પ્રફુલ પટેલ, શરદ પવાર, સંજય રાઉત પણ હાજર રહ્યા હતા. જોકે સપા, બસપા અને આમ આદમી પાર્ટીનું કોઇ નહોતુ જોડાયું.બીજી તરફ ભાજપે આ મામલે કોંગ્રેસ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું હતું કે કોંગ્રેસ આવા રાષ્ટ્રીય સંકટના સમયમાં પણ ક્લીનિકલ પોલિટિક્સ ખેલી રહ્યા છે. તેઓ મજૂરો પર જોક બનાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.