ગરીબોને સરકાર કેશ અને અનાજ આપી ભૂખમરાથી બચાવેઃ કોંગ્રેસ

 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદરમ્બરમે માંગણી કરી છે કે, સરકાર ગરીબોને મફત અનાજ અને કેશ આપે.

તેમણે કહ્યુ હતુ કે, લોકો પાસે પૈસા નથી અને તેના ઘણા પૂરાવા છે. લોકો ભોજન માટે લાઈનોમાં ઉભા રહ્યા છે પણ એક સંવેદનહીન સરકાર મૂંગી બનીને બેઠી છે અને તે કશું નહી કરે.સરકાર ગરીબોને ભૂખમરાથી કેમ નથી બચાવતી અને કેમ તેમને રોકડ રકમ આપીને તેમની રક્ષા નથી કરી રહી.

કોંગ્રેસના નેતાએ કહ્યુ હતુ કે, સરકારના ફૂડ કોર્પોરેશન પાસે 7.7 કરોડ ટન અનાજ છે. તેનો એક નાનકડો હિસ્સો એ પરિવારોને કેમ મફત નથી અપાતો જેમને તેની જરુર છે. આ સવાલ આર્થિક અને નૈતિક એમ બંને પ્રકારનો છે. જ્યારે દેશ અસહાય બનીને ઉભો છે ત્યારે પીએમ મોદી અને નાણા મંત્રી નિર્મલા સિતારમણ સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.