ગરમીમાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું,આ સરળ ટિપ્સથી રહો સ્વસ્થ

આ સિઝનમાં કફ, પિત્ત, અને વાયુનો પ્રકોપ વધે છે, પરંતુ થોડી સાવધાની રાખીને સ્વસ્થ રહી શકાય છે.

એક ઋતુ જાય અને બીજી ઋતુ આવે એટલે થોડી ઘણી બેચેની રહે છે. આવી ઋતુમાં સૌ પ્રથમ શરીરની પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ. એવામાં ચૈત્ર મહિનામાં ૧૦ દિવસ માટે લીમડાનો રસ પીવાથી આરોગ્ય સારું રહે છે.

આ ઋતુમાં ઓવર ઈટિંગથી દૂર રહેવાની અને સાંજના સમયે હળવો ખોરાક લેવાની સલાહ આપે છે. તેમના મતે સાંજે દાળ, કઠોળ તેમજ મરી-મસાલાવાળો ખોરાક લેવાથી ગેસ-અપચો થવાની શક્યતા વધી શકે છે.

  • મધનું પાણી, લીંબુ પાણીનું સેવન આ સિઝનમાં લાભદાયી છે.
  • કાપી રાખેલા ફળોના બદલે તાજા ફળ જ ખાવા.
  • જમવા સાથે છાસ લેવી.
  • એલોવેરાનું જેલ લગાવાથી આ ઋતુમાં સ્કિનમાં રાહત રહે છે.
  • પાણી વધુને વધુ પીવું . દિવસભરમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું.

હળવો ખોરાક ખાવો. એક ફળ, ગ્રીન ટી કે લીંબુ પાણી ડાયટમાં લેવું. રાતે વહેલાં જમી લેવું હિતાવહ છે, જેથી પેટની સમસ્યાઓ નહીં થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.