દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણમાં દરરોજ સેંકડો લોકો સપડાઈ રહ્યા છે અને લોકોને ઈન્ફેકટેડ થતાં બચાવવા માટે હવે માસ્ક પહેરવા ફરજિયાત કરવા પડયા છે ત્યારે ભાવનગર ખાતેની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા એક અસાધારણ અને અતિ ઉપયોગી શોધ કરવામાં આવી છે અને નવી ટેકનોલોજીવાળા એવા માસ્ક બનાવવામાં આવ્યા છે જે વાઈરસને જ મારી શકે છે.
આ સ્પેશિયલ માસ્કની કિંમત પણ સામાન્યજનને આર્થિક રીતે પોસાય તેવી છે અને તેની કિંમત રૂપિયા ૨૫થી ૪૫ સુધી રહે છે. વિજ્ઞાનિકોએ મેમ્બ્રેન ટેકનોલોજી એટલે કે કેમીકલ પડદાવાળી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને આ ટેકનોલોજી રોગાણુંઓ તેમજ વાયરસ અને બેકટેરીયાથી માસ્ક પહેરનારનું સંપૂર્ણ રક્ષણ કરી શકે છે. વૈજ્ઞાનિકોએ એવો દાવો પણ કર્યો છે કે આ નવી ટેકનોલોજીવાળા માસ્કમાં ચોંટી જતાં બેકટેરીયા અને વાયરસને ત્યાંને ત્યાં જ સમા કરી શકે છે.માસ્કના આઉટર સર્ફેસ ઉપર એટલે કે તેના બાહ્ય ભાગમાં વાયરસ અને કીટાણુંઓનો નાશ થઈ જાય છે. સ્પેશિયલ મટીરીયલનો આ માસ્કમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માસ્કનું આઉટર લેયર એટલે કે બહારનો ભાગ સ્પેશ્યલ મટીરીયલથી કેમિકલ સાથે બનાવવામાં આવ્યો છે.
હવે જો આ અસાધારણ રિસર્ચને મેડિકલી માન્યતા મળી જાય તો તે સમગ્ર દેશવાસીઓ માટે ઉપકારક સાબિત થઈ શકે છે અને સમગ્ર મેડિકલ ફિલ્ડ માટે તેમજ ખાસ કરીને આરોગ્ય કર્મી માટે અત્યતં ઉપકારક અને મહત્ત્વનું સાબિત થઈ શકે છે કે કારણ કે દર્દીઓને સાજા કરવામાં લાગેલા ડોકટરો–નર્સેાને ચેપ લાગશે નહીં. ઈન્સ્ટીટયુટના હેડ ડો.વી.કે.શાહીએ પત્રકારોને આ માહિતી આપી છે અને એમ કહ્યું છે કે આ સંપૂર્ણપણે એક નવતર આઈડિયા છે. એમણે પણ કહ્યું કે આ માસ્કનો આઉટર એરિયા એન્ટીવાયરસ છે અને એન્ટી બેકટેરીયલ પણ છે. સાથોસાથ તે ફંગસને પણ મારે છે. આ માસ્કની બહારના ભાગમાં જો રોગાણુ ચોંટી જાય તો તેનો પણ નાશ થઈ જાય છે. એમનો દાવો એવો છે કે આ માસ્ક એન–૯૫ માસ્ક કરતાં પણ વધુ ચડિયાતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.