ગેસ સિલિન્ડર પર 224.98 રૂપિયાનો ધરખમ વધારો, કિંમત આજથી લાગૂ

સામાન્ય બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રેકોર્ડ 224.98 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વેપારીઓને હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1550.02 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. આ વધારવામાં આવેલ કિંમત શનિવાર સવારથી લાગૂ થઇ જશે.

ત્યાં જ ઘરેલૂ રસોઇ ગેસ ગ્રાહકો માટે રાહતની ખબર છે. સતત ગત પાંચ મહિનાથી ઘરેલૂ ગેસ સિલિન્ડરમાં વધતા ભાવ અટકી ગયા છે. માસિક રેટ રિવીઝનમાં ઘરેલૂ રસોઇ ગેસ (14.2 કિગ્રા) ના બજાર ભાવમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં લોકોને (14.2 કિગ્રા)વાળા સિલિન્ડર 749 રૂપિયાનો જ ભાવ મળશે. ગ્રાહકોના ખાતામાં 238.10 રૂપિયાની સબ્સિડી આવશે.

સિલિન્ડર – ભાવ
14.2 કિલોગ્રામ – 749.00 રૂપિયા
19 કિલોગ્રામ – 1550.02 રૂપિયા

વર્તમાનમાં સરકરા એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. જો આથી વધારે સિલિન્ડર જોઇએ તો બજાર ભાવે ખરીદવાના રહશે. જોકે સરકાર દર વર્ષે 12 સિલિન્ડરો પર જે સબસિડી આપ છે , તેની કિંમત પણ દર મહિને બદલાતી રહે છે. સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં બદલાવ જેવી કાર્ટ સબસિડીની રકમ સૂચવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.