નવા વર્ષે ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો
સતત ચોથા મહીને સિલિન્ડરની કિંમત વધી
સરકારનો દેશની જનતાને મોંઘવારીનો ઝટકો
ગેસ સિલિન્ડર માટે ચુકવવા પડશે આટલા રૂપિયા
આજથી દિલ્હીમાં 14.2 કિલ્લોના સબસિડી વગરના ગેસ સિલિન્ડર માટે તમારે 714.00 રૂપિયા ચૂકવવા પડશે. કોલકાતામાં આ સિલિન્ડર માટે 747 રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે મુંબઇ અને ચેન્નાઇમાં 14.2 કિલ્લોના સબસિડી વગરના સિલિન્ડર માટે ક્રમશઃ 684.50 અને 734 રૂપિયા ચૂકવવાના રહેશે.
ગત મહિનામાં વધી હતી કિંમત
ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોમાં સબસિડી વગરના સિલિન્ડર માટે તમારે 695 રૂપિયા ચૂકવવા પડતા હતા. કોલકાતામાં તેની કિંમત 725.50 રૂપિયા હતી. જ્યારે મુંબઇ અને ચેન્નાઇમાં 14.2 કિલ્લોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ક્રમશઃ 665 અને 714 રૂપિયા હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.