અમુક બાબતોનું ધ્યાન રાખી પેટને રાખો દુરસ્ત,ગેસને કારણે થતી સમસ્યાઓ પણ મટી જશે

અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે. ચાલો જાણી લો તેના માટે બેસ્ટ ઉપાય.

  • ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો.
  • તમાકુ, બીડી, પાન, સિગારેટની આદત હોય તો છોડી દેવી. ખૂબ જ ગુસ્સમાં, અંશાતિથી ના જમતા. શાંતિથી ધીમે-ધીમે આહારનો સ્વાદ માણતા જમવું. જમતા પહેલાં અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું.

ગેસના દર્દીને સવારે નરણાં કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે. ગેસનાં દર્દીએ જમ્યાં પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ.

કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ, અવિપત્તિકરચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચનચૂર્ણ કોઈમાંથી એક આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ લેવું.
 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.