તાલાલા પંથકનું સુપ્રસિધ્ધ અમૃતફળ કેસર કેરીની સિઝનનો માર્કેટીંગ યાર્ડમાં શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે દસ કિલોગ્રામના ૫૬૦૦ બોકસની આવક થઇ હતી. કેરીના બોકસના સરેરાશ ભાવ રૂા. ૪૫૦ રહ્યાં હતા.
તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઇ શિંગાળાના હસ્તે પ્રારંભ થયેલ હરરાજીમાં પ્રથમ બોકસ ગાયમાતાના લાભાર્થે રૂા. ૧૧ હજારમાં વેંચાણ થયું હતું. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવશે આવેલ કેરીના બોકસ પૈકી સૌથી સારી કવોલેટીની કેરીના એક બોકસનું રૂા. ૭૫૦ માં વેંચાણ થયું હતું. જયારે નબળી કેરીનું રૂા. ૩૦૦ લેખે વેંચાણ થતાં પ્રથમ દિવસે એક બોકસના સરેરાસ ભાવ રૂા. ૪૫૦ રહ્યાં હતા.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષ કેસર કેરીની સિઝન તા. ૧૦ મી મેથી શરૂ થઇ હતી. જે ૩૭ દિવસ ચાલી હતી. આ દરમ્યાન દસ કિલોગ્રામના ૬ લાખ ૮૭ હજાર બોકસ યાર્ડમાં વેંચાણમાં આવ્યા હતા. સિઝન દરમ્યાન થયેલ કેરીના વેંચાણ પૈકી એક બોકસનો સરેરાસ ભાવ રૂા. ૪૧૦ આવ્યા હતા.
આ વર્ષે કેસર કેરીના ભાવ ગત વર્ષ કરતા ઉંચા રહેશે તેમ તાલાલા પંથકના કેસર કેરીના ખરીદ વેચાણ કરતા અનુભવીઓએ અંદાજ વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.