આર્મીની ખોટી ઓળખ આપી મકાન વેચાણ લેવાનું કહી ગઠીયાએ 7 હજાર ઉપાડી લીધા ખેડા જિલ્લામાં દિવસને દિવસે સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યો છે

આર્મીની ખોટી ઓળખ આપી મકાન વેચાણ લેવાનું કહી ગઠીયાએ 7 હજાર ઉપાડી લીધા ખેડા જિલ્લામાં દિવસને દિવસે સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યો છે

News Detail

આર્મીની ખોટી ઓળખ આપી મકાન વેચાણ લેવાનું કહી ગઠીયાએ 7 હજાર ઉપાડી લીધા ખેડા જિલ્લામાં દિવસને દિવસે સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યો છે. કઠલાલ પંથકના કાણીયેલનો વેપારી છેતરપિંડીનો ભોગ બન્યો છે. આર્મીની ખોટી ઓળખ આપી મકાન વેચાણ લેવાનું કહી 7 હજાર રૂપિયા ગઠીયાએ ઉપાડી લેતા સમગ્ર મામલે કઠલાલ પોલીસમા ફરિયાદ નોંધાઈ જવા પામી છે. તમારા ધ્યાનમાં કોઈ મકાન હોય તો કહેજો કઠલાલ તાલુકાના કાણીયેલ ગામે રહેતા 60 વર્ષિય સિકંદરભાઈ કરીમભાઈ વ્હોરા પોતે કાપડનો છુટક વેપાર કરે છે. ગત 12મી ઓક્ટોબર રોજ સાંજના સુમારે તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી હિન્દી ભાષામાં અજાણ્યા ઈસમે પોતે આર્મીની ઓળખ આપી હતી. અને જણાવ્યું કે મારુ પરિવાર અમદાવાદ ખાતે રહે છે તેથી આ ગામમાં મકાન જોઈએ છે. જો તમારા ધ્યાનમાં કોઈ મકાન હોય તો મને ફોટા મોકલાવજો આમ કહી ફોન મુક્યો હતો. સિકંદરભાઈએ આ નાણાકીય વ્યવહાર પોતાના દિકરાના એકાઉન્ટમાથી કર્યો હતો આ બાદ 5 મીનીટ ફરી આ ઈસમે સિકંદરભાઈને ફોન કર્યો હતો. તમે જલ્દી કરજો. આ પછી ગામના કનુભાઈ ભટ્ટનું મકાન વેચવાનું હોય આ વાત ધ્યાને આવતાં સિકંદરભાઈએ આ સામે વાળા વ્યક્તિને ફોન કર્યો હતો. આ પછી સામે વાળી વ્યક્તિએ જણાવ્યું કે મારી પત્ની કાલે ગામમા આવી મકાન જોઈ જશે.અને તમારા ખાતામાં રૂપિયા 20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરુ છુ જે બાના પેટે આપી દેજો. આમ કહી ચકાસણી કરવા માટે સામે વાળી વ્યક્તિએ કહ્યું કે હું તમને 1 રૂપિયો ઓનલાઇન ટ્રાન્સફર કરું છું જે ચેક કરી લેજો આ 1 રૂપિયો આવ્યા બાદ આ વ્યક્તિએ કહ્યું કે તમે મને 2 રૂપિયા સામે આપો જે પછી હું આ ઓનલાઇન રૂપિયા તમારા એકાઉન્ટમાં નાખી દવ. આથી સિકંદરભાઈએ આ નાણાકીય વ્યવહાર પોતાના દિકરાના એકાઉન્ટમાથી કર્યો હતો. ગઠીયાએ વધુ 10 હજારની માંગણી કરી આ પછી આ એકાઉન્ટમાથી રૂપિયા 6,999 ઉપડી ગયા હતા. જોકે આ બાદ ગઠીયાએ વધુ 10 હજારની માંગણી કરતાં સિકંદરભાઈને શંકા જતાં સમગ્ર મામલે આજે તેઓએ કઠલાલ પોલીસમા આ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.. કઠલાલ પંથકના કાણીયેલનો વેપારી છેતરપિંડીનો ભોગ બન્યો છે. આર્મીની ખોટી ઓળખ આપી મકાન વેચાણ લેવાનું કહી 7 હજાર રૂપિયા ગઠીયાએ ઉપાડી લેતા સમગ્ર મામલે કઠલાલ પોલીસમા ફરિયાદ નોંધાઈ જવા પામી છે. તમારા ધ્યાનમાં કોઈ મકાન હોય તો કહેજો કઠલાલ તાલુકાના કાણીયેલ ગામે રહેતા 60 વર્ષિય સિકંદરભાઈ કરીમભાઈ વ્હોરા પોતે કાપડનો છુટક વેપાર કરે છે. ગત 12મી ઓક્ટોબર રોજ સાંજના સુમારે તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી હિન્દી ભાષામાં અજાણ્યા ઈસમે પોતે આર્મીની ઓળખ આપી હતી. અને જણાવ્યું કે મારુ પરિવાર અમદાવાદ ખાતે રહે છે તેથી આ ગામમાં મકાન જોઈએ છે. જો તમારા ધ્યાનમાં કોઈ મકાન હોય તો મને ફોટા મોકલાવજો આમ કહી ફોન મુક્યો હતો. સિકંદરભાઈએ આ નાણાકીય વ્યવહાર પોતાના દિકરાના એકાઉન્ટમાથી કર્યો હતો આ બાદ 5 મીનીટ ફરી આ ઈસમે સિકંદરભાઈને ફોન કર્યો હતો. તમે જલ્દી કરજો. આ પછી ગામના કનુભાઈ ભટ્ટનું મકાન વેચવાનું હોય આ વાત ધ્યાને આવતાં સિકંદરભાઈએ આ સામે વાળા વ્યક્તિને ફોન કર્યો હતો. આ પછી સામે વાળી વ્યક્તિએ જણાવ્યું કે મારી પત્ની કાલે ગામમા આવી મકાન જોઈ જશે.અને તમારા ખાતામાં રૂપિયા 20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરુ છુ જે બાના પેટે આપી દેજો. આમ કહી ચકાસણી કરવા માટે સામે વાળી વ્યક્તિએ કહ્યું કે હું તમને 1 રૂપિયો ઓનલાઇન ટ્રાન્સફર કરું છું જે ચેક કરી લેજો આ 1 રૂપિયો આવ્યા બાદ આ વ્યક્તિએ કહ્યું કે તમે મને 2 રૂપિયા સામે આપો જે પછી હું આ ઓનલાઇન રૂપિયા તમારા એકાઉન્ટમાં નાખી દવ. આથી સિકંદરભાઈએ આ નાણાકીય વ્યવહાર પોતાના દિકરાના એકાઉન્ટમાથી કર્યો હતો. ગઠીયાએ વધુ 10 હજારની માંગણી કરી આ પછી આ એકાઉન્ટમાથી રૂપિયા 6,999 ઉપડી ગયા હતા. જોકે આ બાદ ગઠીયાએ વધુ 10 હજારની માંગણી કરતાં સિકંદરભાઈને શંકા જતાં સમગ્ર મામલે આજે તેઓએ કઠલાલ પોલીસમા આ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.