પહેલી વાર એવો કિસ્સો સામે આવ્યો જેમાં ગઠીયાએ પૈસા સેરવી લેવા જે તે વ્યક્તિનો નંબર જ બંધ કરાવી દીધો. જેથી તેને એસએમએસ ન જાય અને જાણ ન થાય. પણ જ્યારે કોલસેન્ટરમાં ફોન કરતા કોઈ વ્યક્તિએ નંબર બધ કરાવ્યો હોવાનું સામે આવતા ઠગાઈનો ભોગ બનેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી 2.18 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
જેતે ગ્રહકોનું પ્રીમિયમ તેઓની પાસે આવે તે નાણાં તેઓના ખાતામાં તેઓ જમા કરાવતા હતા. આ એકાઉન્ટ અને પ્રાઇવેટ એકાઉન્ટ બંનેનો વહીવટ આ મહિલાના ભાઈ જ કરતા હતા. ત્યારે ગત 19મી એપ્રિલના રોજ તેઓનો વોડફોનનો નંબર બંધ થઈ ગયો હતો.
22મીએ મહિલાના ભાઈ જયેશ ભાઈએ 1.2 લાખ રૂપિયા તેઓને ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ બપોર બાદ તેઓ એલઆઇસીમાં ટ્રાન્સફર કરવા જતા હતા પણ એડાઉન્ટમાં બેલેન્સ ન હોવાની જાણ તેઓને થઈ હતી. તપાસ કરી તો 94 હજાર જમા થયેલા અને બને એકાઉન્ટમાંથી 2.18 લાખ રૂપિયા ટ્રાન્સફર થયું હતું.
તેમના એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરતા પહેલા મેસેજ ન આવે તે માટે કોઈ વ્યક્તિએ કોલ સેન્ટરમાં ફોન કરી વેરિફિકેશન કરાવી નંબર બંધ કરાવી આ ઠગાઈ આચરી હોવાનું ધ્યાને આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.