દેશના કોઈ પણ ખૂણે કે વિદેશમાં જો ગાંઠિયા (Gathiya)નું નામ પડે એટલે સૌરાષ્ટ્ર ચોક્કસ યાદ આવે. દેશભરમાં સૌરાષ્ટ્રના ગાંઠિયા વખણાય છે. જોકે, આજકાલ ગાંઠિયાના સ્વાદ રસિયાઓને તેનો સ્વાદ કડવો લાગી રહ્યો છે! કારણ કે હાલ ગાંઠિયાના ભાવમાં નોંધપાત્ર ભાવવધારો જોવા થયો છે.
વેપારીઓના મત મુજબ છેલ્લા એક મહિનામાં દરેક વેપારીઓએ ફાફડા અને ગાંઠિયામાં પ્રતિ કિલોએ રૂ. 20થી 40નો ભાવ વધારો કર્યો છે. હવે આ ફાફડા રૂ.300થી 320ના ભાવે વેચાય છે. જ્યારે સેવ, ટાઢી પાપડી, ભાવનગરી ગાંઠિયા સહિતનું અન્ય ફરસાણ જે પહેલા રૂ. 180થી 200 રૂપિયે કિલો વેચાતું હતું તેનો બાવ હવે 2020 રૂપિયાને પાર થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.