ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ગતકડાં કરવામાં માહેર છે, પહેલાં પણ સૌરાષ્ટ્રમાં ભજિયાં તળ્યા હતા અને હવે અમદાવાદમાં શનિવારે મોડી રાતે સિંધુ ભવન રોડ ઉપર ટ્રાફિક નિયમન કરાવતાં હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિપક્ષ તરીકે પ્રજાના સળગતા પ્રશ્નો ઉઠાવવાને બદલે કંઈકને કંઈક ગતકડાં કરતાં રહે છે. શનિવારે રાતે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે મોડી રાતે ટ્રાફિક નિયમન કરતાં નજરે પઢયા હતા.
રાતે ટ્રાફિક પોલીસની ભૂમિકા અદા કરતો ૪૨ સેકન્ડનો વીડિયો તેમણે બનાવડાવ્યો હતો અને એ પછી સોશિયલ મીડિયામાં વાયરલ કરાવ્યો હતો. પ્રજાના મુદ્દાઓ અસરકારકતાથી ઊઠાવવાને બદલે તેઓ ચમકતાં રહેવા માટે તાયફા કરતાં હોવાનો મત રાજકીય વર્તુળોમાં વ્યક્ત થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.