ગતરોજ હાઇકોર્ટમાં સરકારે સોગંદનામુ રજૂ કર્યુ હતુ. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં પક્ષકાર તરીકે જોડવા હાઈકોર્ટ એડવોકેટ એસો.ની રજૂઆત કરી હતી.
એડવોકેટ જનરલની વાત સાથે ચીફ જસ્ટીસે અસહમતી દર્શાવી હતી અને કહ્યુ હતુ કે,મીડિયાના રિપોર્ટને સદંતર અવગણી ન શકીએ. જે સ્થિતિ છે તે જ મીડિયામાં બતાવાઈ રહી છે
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો ત્યારે સરકાર તરફથી હાઇકોર્ટમાં 61 પાનાંનું સોગંધનામું રજૂ કરવામાં આવ્યું છે
સરકાર દ્વારા હાઇકોર્ટમાં ઈંજેક્શન મુદ્દે પણ જવાબ આપવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કાળાબજારી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઑક્સીજન મુદ્દે 17 એપ્રિલ બાદ અછત નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે.
લગ્નમાં વધુમાં વધુ લોકોને એકઠા થવા પર લિમિટ 50 કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લગ્ન મરણ પ્રસગમાં 50 લોકોની હાજરીની જાહેરાત કરી દેવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.