મુંબઇના સૌથી ધનવાન ગણેશ મંડળ એવા ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળે કરાવ્યો 316 કરોડ રૂપિયાનો વીમો..

મુંબઇના સૌથી ધનવાન ગણેશ મંડળ ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળે આ વર્ષે ગણેશ ચતુર્થીના તહેવાર માટે રેકોર્ડ 316.40 કરોડ રૂપિયાનું વીમા કવર લીધું છે. મીડિયા સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. મંડળે કેટલાક પ્રકારના જોખમો માટે ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ પાસેથી વીમા કવર લીધુ છે. પોલિસી હેઠળ કુલ વીમાની રકમમાંથી 31.97 કરોડ રૂપિયાનું વીમા કવર સોના, ચાંદી અને આભૂષણો માટે લેવાયુ છે અને તે સિવાય સુરક્ષા ગાર્ડો, પૂજારીઓ, રસોઇયાઓ, બુટ-ચંપલની દુકાનના કર્મચારીઓ, સ્વયંસેવકો માટે 263 કરોડ રૂપિયાનો વ્યક્તિગત દુર્ઘટના વીમો લેવામાં આવ્યો છે.

ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંડળે ફર્નિચર, કમ્પ્યુટર, સીસીટીવી કેમેરા, વાસણો, કરિયાણું, ફળ અને શાકભાજી જેવા અન્ય સામાનો માટે ભૂકંપના રિસ્ક કવર સાથે એક કરોડની સ્ટાન્ડર્ડ ફાયર અને સ્પેશિયલ પેરિલ પોલિસી પણ લીધી છે. પંડાલ પરિસર માટે સ્ટાન્ડર્ડ ફાયર ને સ્પેશિયલ પેરિલ પોલિસી 77.5 લાખ રૂપિયાનું વીમા કવર પ્રદાન કરે છે. સાર્વજનિક જવાબદારી, જેમાં પંડાલ, સ્ટેડિયમો ને ભક્તોને શામેલ કરવામાં આવ્યા છે અને તેના માટે 20 કરોડ રૂપિયાનું વીમા કવર લેવામાં આવ્યું છે. એક પ્રેસ રીલિઝમાં આ વાતનો ખુલાસો થયો છે.

ગૌડ સારસ્વત સેવા મંડળના પ્રવક્તા અમિત પઇએ કહ્યું કે, અમારા મહા ગણપતિને 66 કિલોગ્રામથી અધિક સોનાના આભૂષણો, 295 કિલોગ્રામથી વધારે ચાંદી અને અન્ય કિંમતી સામગ્રીથી સજાવવામાં આવે છે અને તેના પહેલા પણ ગૌડ સારસ્વત બ્રાહ્મણ ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમણે 2016માં 300 કરોડ રૂપિયાનું વીમા કવર ખરીદ્યુ હતું અને આવતી વખતે 29મી ઓગસ્ટના રોજ વિરાટ દર્શન સમારોહમાં ગણેશ મૂર્તિના પહેલા રૂપનું અનાવરણ કરવામાં આવશે.

દસ દિવસો સુધી ચાલનારા ગણેશોત્સવ માટે વીમા કંપનીઓ વીમા કવર આપવા માટે હંમેશાં તૈયાર જ રહે છે અને એવામાં તો દરેક ગણપતિ મંડળની અલગ અલગ સાઇઝ અને જરૂરિયાતના હિસાબે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે પણ સામાન્ય રીતે વીમા કવર મંડળને મળનારી ભેંટ અને ભગવાનના આભૂષણો માટે હોય છે. સાથે જ વોલેન્ટિયર્સનો વીમો, આગ લાગવી, ચોરી થવી, આતંકી ઘટના કે પછી પ્રસાદ ખાવાથી બીમાર પડવાની સ્થિતિમાં કોઇ દાવાથી બચવા માટે પણ કવર ગણપતિ મંડળ લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.