તિરુવનંતપુરમ: દેશની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે સોમવારે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળી લીધો. મહારાષ્ટ્રના ઉલ્લાહસનગરની પ્રાંજલે 2016માં પ્રથમ પ્રયાસે જ યુપીએસસી ક્વાલિફાય કરી લીધું હતું. તેમનો 773મો રેન્ક હતો. તેમને રેલવે એકાઉન્ટ વિભાગ (આઇઆરએએસ)માં નોકરી ફાળવવામાં આવી હતી. પરંતુ રેલવેએ દૃષ્ટિહીનતાને કારણે તેમને નોકરી આપવાનો ઇનકાર કરી દીધો. બીજા વર્ષે પ્રાંજલે 124મો રેન્ક પ્રાપ્ત કર્યો. પ્રાંજલે કહ્યું કે ‘આપણે ક્યારે ય હાર માનવી જોઇએ નહીં. કારણ કે આપણા કરાયેલા પ્રયાસ જ આપણને સફળ બનાવે છે.’
6 વર્ષની વયે સાથી વિદ્યાર્થીએ આંખમાં પેન્સિલ મારી દીધી હતી, બ્રેઈલ લિપિથી અભ્યાસ કર્યો
પ્રાંજલની કહાની સાબિત કરે છે કે હિંમત, જુસ્સો અને ઇચ્છા હોય તો કોઇ પણ અક્ષમતા સફળતા અટકાવી શકતી નથી. પ્રાંજલ જ્યારે 6 વર્ષની હતી, ત્યારે તેમના એક સાથી વિદ્યાર્થીએ તેમની આંખમાં પેન્સિલ મારી ઇજા પહોંચાડી હતી. ત્યાર પછી બંને આંખની દૃષ્ટિ જતી રહી. માતા-પિતાએ પ્રાંજલને મુંબઇની દાદર ખાતેની કમલા મહેતા સ્કૂલમાં દાખલ કરાવી હતી. આ સ્કૂલ પ્રાંજલ જેવા ખાસ વિદ્યાર્થીઓ માટેની છે. અભ્યાસ બ્રેલ લિપિમાં થાય છે. અહીંથી 10મા સુધી અભ્યાસ કર્યો. ચંદ્રાબાઇ કોલેજથી આર્ટ્સમાં 12મુ કર્યું, જેમાં પ્રાંજલના 85 ટકા આવ્યા હતા. બીએ કરવા માટે પ્રાંજલે મુંબઇની સેન્ટ ઝેવિયર કોલેજમાં પ્રવેશ કર્યો. ગ્રેજ્યુએશન પુરું કર્યા બાદ પ્રાંજલ દિલ્હી આવી ગયાં. જેએનયુથી એમએ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.