ગૌતમ અદાણી વિશ્વના ધનકુબેરોની યાદીમાં છઠ્ઠા કર્મ પર આવી ગયા જાણો વિગતવાર..

વિશ્વના અબજોપતિઓની રેસમાં ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી દિન-પ્રતિદિન વિશ્વના મોટા-મોટા ધનિકોને પછાડતા આગળ વધી રહ્યા છે.અને હવે અદાણીએ લાંબી છલાંગ મારી છે અને વિશ્વના ટોચના 10 ધનકુબેરોની યાદીમાં છઠ્ઠા ક્રમ પર જ સીધી એન્ટ્રી મારી છે. જો કે તેમના આ મોટા કૂદકાની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણી ટોચના 10 ધનિકોની યાદીમાંથી બહાર નીકળી ગયા છે અને હવે તેઓ 11માં ક્રમ પર પહોંચી ગયા છે. સોમવારે શેરબજારમાં જૂથ કંપનીના શેર્સમાં ઉછાળા બાદ ગૌતમ અદાણીનો હનુમાન કૂદકો જોવા મળ્યો હતો, અદાણીની નેટ વર્થમાં જોરદાર તેજી આવી છે.

આ અંગે મળતી વિગતો મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ હવે 118 અબજ ડોલર થઈ ગઈ છે જેને પરિણામે તેઓ ટોપ-10 અબજોપતિઓની યાદીમાં સીધા છઠ્ઠા ક્રમ પર પહોંચી ગયા છે. આ ઉછાળા બાદ અદાણીની સંપત્તિ બીજા ભારતીય દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સરખામણીએ 20 અબજ ડોલર વધી ગઈ છે અને મુકેશ અંબાણીની નેટ વર્થ 97.4 અબજ ડોલર છે. સોમવારે રિલાયન્સ જૂથના શેર્સમાં ઘટાડાને પગલે અંબાણીની નેટવર્થમા 4.82 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં હવે ગૌતમ અદાણીની આગળના ધનિકોમાં વિશ્વના સૌથી વધારે ધનવાન એલન મસ્ક, બીજા સ્થાન પર એમેઝોનના જેફ બેજોસ, ત્રીજા સ્થાન પર બર્નાર્ડ આર્નોલ્ટ, ચોથા સ્થાન પર બિલ ગેટ્સ અને પાંચમાં સ્થાન પર વોરન બફેટનું નામ આવે છે.તેમજ જો કે વોરન બફેટની સંપત્તિ અદાણીની સરખામણીએ ફક્ત 9 અબજ ડોલર જ વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.