ઈન્ડિન પ્રીમિયર લીગ સાથે જોડાનારી નવી ટીમ લખનૌ સાથે વધુ એક સિનિયર ખેલાડીનું નામ જોડાવવા માટે જઈ રહ્યું છે. ગૌતમ ગંભીરને લખનૌ ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે. લખનૌ ફ્રેન્ચાઈઝીએ તાજેતરમાં ઝિમ્બાબ્વેના પૂર્વ ખેલાડી એન્ડી ફ્લોવરને પોતાના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. એવામાં હવે ક્રિકેટ જગતના બે નામ લખનૌ ટીમ સાથે જોડાઈ ગયા છે. લખનૌ ટીમને IPLની સૌથી મોંઘી ટીમ માનવામાં આવે છે.
આ ટીમ ગોએંકા ગ્રુપે આશરે 7 હજાર કરોડમાં ખરીદી હતી. ગૌતમ ગંભીર આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. એમના નેતૃત્વમાં ટીમ બે વખત ટાઈટલ જીતવામાં સફળ પુરવાર થઈ છે. લખનૌ ટીમના મેન્ટર બન્યા બાદ તેમના તરફથી એવું જાણવા મળ્યું છે કે, તેમણે ડૉ. ગોએંકા અને RPSG ગ્રૂપનો આભાર વ્યક્ત કર્યો છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, હું આભાર વ્યક્ત કરૂ છું કે, મને આ જવાબદારી સોંપવામાં આવી. હું હજુ પણ જીત માટે મેદાને ઊતરવા માટે તૈયાર છું. માત્ર એક ટીમ જ નહીં પણ ઉત્તર પ્રદેશમાં યુવા ક્રિકેટરને સાથે લઈ આગળ વધવા માગું છું.
આવનારી IPL ટુર્નામેન્ટમાં કુલ દસ ટીમ ભાગ લઈ રહી છે. જેમાં લખનૌ અને અમદાવાદની ટીમનો ઉમેરો થયો છે. આ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. એવું પણ મનાય રહ્યું છે કે, મોગા ઑક્શનમાં લખનૌ ટીમ કેએલ રાહુલને પોતાની ટીમમાં લઈ શકે છે. જોકે, આ અંગે હજું નિર્ણય બાકી હોવાનું મનાય છે. ગૌતમ ગંભીર ક્રિકેટરની સાથોસાથ લોકસભા સાંસદ છે. વર્ષ 2007માં T20 વર્લ્ડકપ ટીમ અને વર્ષ 2011 વર્લ્ડકપ ટીમના વિજેતા સભ્યો પૈકી એક છે.
ગૌતમ ગંભીરના રેકોર્ડની વાત કરવામાં આવે તો તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી તરફથી કુલ 154 મેચ રમી ચૂક્યા છે. જેમાંથી તેમણે કુલ 4218 રન કર્યા છે. બીજી તરફ હવે BCCIએ રોહિતના સ્થાને કેએલ રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપી છે. જોકે આ ટુર્નામેન્ટની કોઈ ટીમના ખેલાડીઓની ફાઈનલ યાદી સામે આવી નથી અને ઑક્શનમાં કોઈ મોટા ફેરફાર થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.