89 રન બનાવ્યા છતા ઇશાન કિશનથી ખુશ નથી ગાવસ્કર, જાહેરમાં શુ કહી દીધું જાણો…

ભારતીય ક્રિકેટ ટીમ હાલના સમયમાં શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમે શ્રીલંકન ટીમને પહેલી જ મેચમાં 62 રને હરાવીને આ સીરિઝમાં 1-0 થી અજેય લીડ બનાવી લીધી છે. મેચમાં યુવા બેટ્સમેન ઇશાન કિશને 89 રનોની એક વિસ્ફોટક ઇનિંગ રમી જેના માટે દુનિયાભરમાં તેના વખાણ થઈ રહ્યા છે પરંતુ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કર ઇશાન કિશનથી જરાંય ખુશ નજરે પડી રહ્યા નથી.અને ઇશાન કિશને શ્રીલંકા વિરુદ્ધ ભલે પહેલી T20મા માત્ર 56 બોલમાં 89 રન બનાવી દીધા હોય પરંતુ સુનિલ ગાવસ્કરને તે જરાંય પસંદ નથી આવ્યો.

સુનિલ ગાવસ્કરે ઇશાન કિશનની બેટિંગમાં એક મોટી ખામી દેખાડી છે. પહેલી મેચ બાદ સુનિલ ગાવસ્કરે કહ્યું કે હું તેના પ્રયત્ન અને તેની ઇનિંગમાંથી કશું જ છીનવી લેવા માગતો નથી. તેણે સારા કવર ડ્રાઈવ અને પુલ શૉટ માર્યા પરંતુ આ માત્ર એક ઇનિંગ છે. હજુ આપણે રાહ જોવી જોઈએ. અને સુનિલ ગાવસ્કરનું કહેવું છે કે ઇશાન કિશન ખભાથી ઊપર આવતા બોલોને વધારે સારી રીતે રમી શકતો નહોતો અને માત્ર એક ઇનિંગ પર તેને જજ કરવો એકદમ ખોટું છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે ઇશાન કિશને સારી બેટિંગ કરી પરંતુ આ પહેલી જ મેચ છે. તે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રણેય T20 મેચમાં લેન્થ, પેસ અને ઉછાળ સામે ખરાબ રમતો નજરે પડ્યો હતો. અહીં ઉછાળ ખભાથી નીચે હતો અને એટલે ઇશાન કિશન માટે રન બનાવવા સરળ થઈ ગયા.અને સુનિલ ગાવસ્કરનું માનવું છે કે શ્રીલંકાની ખરાબ બોલિંગ આગળ ઇશાન કિશન તો હિટ થઈ ગયો પરંતુ હવે સારી ટીમના બોલરોનો પણ ઇશાન કિશને સામનો થશે તો ખબર પડી જશે.

ઇશાન કિશન ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેનો નજારો તેણે શ્રીલંકા વિરુદ્ધની પહેલી T20 મેચમાં રજૂ કર્યો. ઇશાન કિશને 56 બોલમાં 89 રન બનાવીને પોતાની બેટિંગના બધાને દીવાના કરી દીધા. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સ લગાવ્યા. ઇશાન કિશને શ્રીલંકન બોલરોના ધજગરા ઉડાડી દીધા. તેણે મેદાનની ચોતરફ સ્ટ્રોક લગાવ્યા. ઇશાન કિશને કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા 11 રનોની પાર્ટનરશિપ કરી જેમાં કેપ્ટન રોહિત શર્માએ માત્ર 44 રન બનાવ્યા. અને હવે જોવાનું એ રહેશે કે ઇશાન કિશન આગામી મેચોમાં પોતાનું પ્રદર્શન યથાવત રાખી શકે છે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.